તમને પણ પસંદ છે ઓવરસાઈઝ કપડાં, તો આ રીતે કરો સ્ટાઈલ
Style Tips: ફેશન ટ્રેડ્સ થોડા થોડા સમયમાં બદલાઈ જતા હોય છે, પરંતુ કેટલાક ટ્રેડ્સ એવા હોય છે જે હંમેશા ચાલે છે. તેને સ્ટાઈલ કરવામાં નાના મોટા ફેરફાર થાય છે. બાકી તમે એ ટ્રેડ્સને ગમે તે સમયે ઉપયોગમાં લઈ શકો છો. જેમાં હાલ સૌથી વધુ ચર્ચામાં છે ઓવરસાઈઝ કપડા. ડેનિમ જેકેટથી લઈને બેગી જીન્સ સુધી ઓવરસાઈઝ કપડા પહેરવાના ફાયદા ઘણા છે. જેમાં તમારો લુક પણ સારો લાગે છે. બોલીવૂડ સેલિબ્રિટીસથી લઈને ઈન્ટરનેશનલ રનવે સુધી ઓવરસાઈઝ કપડા તમને બધી જ જગ્યાએ ફિટ થયેલા જોવા મળશે.તો બસ, આજે એજ ઓવરસાઈઝ કપડાને થોડી એક્સેસરીઝ સાથે વધારે સ્ટાઈલીશ કેવી રીતે કરી શકાય તેની ટિપ્સ તમારી સાથે શેર કરવા જઈ રહ્યા છીએ.
બેગી પેન્ટસ
વાઈડ લેગ જીન્સથી લઈને લેધર સુઝ- ફિટિંગ ટ્રાઉઝર સુધી, ઓવરસાઈઝ્ડ પેન્ટ સ્ટાઈલિશ લુક આપવાની સાથે આરામદાયક લુક પણ આપે છે. એવામાં તમારી કલેક્શનમાં એક ઓવરસાઈઝ પેન્ટ હોવી ખુબ જ જરૂરી છે. જેને તમે ફિટેડ ટોપની સાથે પહેરી શકો. તમારા લુકને વધારે આકર્ષક બનાવવા માટે તમે તેની સાથે કોટ પણ પહેરી શકો છો. આ ઉપરાંત એક્સેસરીઝમાં એક નેકલેશ અને સ્નીકર્સ સાથે તમારા લુકને ફાઈનલ ટચ આપો.ઓવરસાઈઝ ડેનિમ જેકેટ
ઓવરસાઈઝ ડેનિમ જેકેટ દરેક ગર્લ્સ પાસે હોવી જ જોઈએ. કૈજ્યુઅલ અને સિમ્પલ લુક માટે કોઈ સ્લીક ડ્રેસની સાથે પહેરો અથવા તેને બેગી પેન્ટની સાથે પણ સ્ટાઈલ કરી શકો છો. આ સાથે ઓવરસાઈઝ ડેનિમ જેકેટની શોપિંગ કરતા સમયે હંમેશા તમારે તમારી સાઈઝથી એક અથવા બે સાઈઝ મોટી જેકેટ લેવી. જેની સાથે તમે સ્ટેટમેન્ટ એક્સેસરીઝ પહેરો.
મૈક્સી ડ્રેસ અને સ્કર્ટ
મૈક્સી ડ્રેસ અને સ્કર્ટ પહેરવામાં ખુબ જ સરળ અને આરામદાયક હોય છે. તમે તેને પાર્ટી લુક અથવા તો રેગ્યુઅલ લુક પણ ક્રિએટ કરી શકો છો. ઓવરસાઈઝ મૈક્સી ડ્રેસ પહેરવાથી તમે ઓછી એક્સેસરીઝમાં પણ સારો લુક બનાવી શકો છો.કોઝી સ્વેટશર્ટ
શિયાળો હવે જવાની કગાપ પર આવી ગયો છે, પરંતુ હજું પણ ઘણા વિસ્તારોમાં ઠંડોનો મહાલો છે. આ ઉપરાંત તમે કોઈ હિલસ્ટેશને ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો તો તમારી બેગમાં એક કોઝી સ્વેટશર્ટ જરૂરથી હોવો જોઈએ. તેમાં પણ ઓવરસાઈઝ સ્વેટશર્ટ ખુબ જ સારો ઓપશન છે. ઓવરસાઈઝ સ્વેટશર્ટસને તમે લેગિંગ્સ અથવા સ્કિન ફિટ જીન્સની સાથે પેયર કરી શકો છો.