હિંદુ નામ ધારણ કરી લવજેહાદ, અનેકવાર બળાત્કાર ગુજારી ગર્ભવતી કરી તરછોડી
મીહિર સોની, અમદાવાદઃ શહેરમાં ધર્મ પરિવર્તન કરાવી એક મુસ્લિમ યુવકે હિંદુ યુવતી સાથે લગ્ન કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. યુવક પરિણીત હોવા છતાં મહિલાને ધર્મ પરિવર્તન કરાવી નિકાહ કરી અનેક વખત બળાત્કાર ગુજાર્યો હતો. મહિલા 4 માસ ગર્ભવતી થઈ જતા આરોપીએ તરછોડી દીધી હતી. એટલું જ નહીં, આરોપીએ મહિલાના નામે લોન પેટે રૂપિયા લઈ છેતરપિંડી આચરી હતી. ફરિયાદને આધારે પોલીસે તૌશીફ ઉર્ફે વસીમ ભીસ્તી નામના આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.
આ 35 વર્ષીય યુવાન પરિણીત હોવા છતાં એક હિંદુ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી પોતે હિન્દુ હોવાની ઓળખ આપીને લગ્ન કર્યા હતા. મહિલાને ખબર પડી કે, આ યુવક હિંદુ નહીં પરંતુ મુસ્લિમ છે. આ મહિલાએ યુવકના પ્રેમમાં ધર્મપરિવર્તન કર્યું હતું. મહિલા 4 માસની ગર્ભવતી થઈ જતા આરોપી તૌસિફે મહિલાને તરછોડી દીધી હતી. મહિલાએ આરોપીના પરિવારને લગ્ન અને ગર્ભવતી હોવાની જાણ કરવા પહોંચી તો તૌસિફ પરિણીત અને 2 બાળકોના પિતા જોવાનો જાણવા મળ્યું હતું. જેથી મહિલાએ રિવરફ્રન્ટ પાસે આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો અને મોબાઈલ વીડિયો પણ બનાવ્યો હતો. પરંતુ પોલીસે તેનો જીવ બચાવીને દુષ્કર્મની ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી હતી.
આ પણ વાંચોઃ દ. ગુજરાતમાં કમોસમી વરસાદ, ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, છેલ્લા દોઢ વર્ષથી મહિલા સાથે તૌસિક ઉર્ફે વસીમ સંપર્કમાં આવ્યો હતો. અગાઉ યુવતી હોમગાર્ડમાં ફરજ બજાવતી તે દરમિયાન લાલ દરવાજા બસમાં મુસાફરી કરતી તે સમયે આરોપી તૌસિફ સાથે સંપર્કમાં આવી હતી. આરોપી AMTSમાં કન્ડકટર હતો. જેથી તેમની વચ્ચે મિત્રતા બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો. એટલું જ નહીં, દોઢ વર્ષના આ પ્રેમ સંબંધમાં મહિલાને ચાર માસનો ગર્ભ હોવાનું પણ મેડિકલ તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું. મહત્વનું છે કે, યુવતી પૂર્વ પોલીસ સ્ટેશનમાં આરોપી યુવક તૌસિફ, તેના બે મિત્રો અને એક મૌલવી વિરુદ્ધ ફરિયાદ નોંધી હાલ આરોપી તોસીફ ઉર્ફે વસીમની ધરપકડ કરી છે.
આ પણ વાંચોઃ હવામાન વિભાગની આગાહી – પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે
મહત્વનું છે કે, પીડિત મહિલાના નામે આરોપી તૌસિફ દ્વારા અલગ અલગ જગ્યાએથી રૂપિયા 90,000 લોન લઈને છેતરપિંડી પણ આચરી છે અને આરોપીના પરિવારજનોને પ્રેમ સંબંધ અંગે જાણ થતા મહિલાને પણ જાતિ વિષયક શબ્દો બોલી અપમાનિત કરી હતી. હાલમાં પોલીસે ધર્મ સ્વાતંત્રતા અધિનિયમ, એટ્રોસિટી એક્ટ અને છેતરપિંડીની ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી છે. જ્યારે આ ગુનામાં વોન્ટેડ અન્ય આરોપીની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.