December 26, 2024

શેર માર્કેટની મંગળકારી શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટી ઐતિહાસિક સપાટીએ

Stock Market High: શેર માર્કેટ આજે શરૂ થતાની સાથે ઐતિહાસિક તેજી પર પહોંચ્યું છે. સતત બીજા દિવસે બજારમાં સારી તેજી સાથે ખુલ્યું છે. ભારતીય શેર માર્કેટમાં સેન્સેક્સ 75000ના કેવલને પાર કરી ચૂક્યું છે. બેંક નિફ્ટીમાં તેજી ચાલુ છે. જે આજે પણ ફરી ઓલટાઈમ હાઈ કેવલ પર ચાલી રહી છે. આજે બેંક નિફ્ટી 48,812.15ના લેવલ પર છે. ઓટો ઈન્ડેક્સ પણ મજબૂતી દેખાડી રહી છે. અને આઈટી શેરમાં ઉછાળના દમ પર આઈટી ઈન્ડેક્સ પણ સારી તેજીથી આગળ વધી રહ્યું છે. સેન્સેક્સ 381.78 અંક એટલે કે 0.51 ટકાના વધારા સાથે 75,124.28ના લેવલ પર ખુલિયો છે. આ પહેલી વખત છે જ્યારે સેન્સેક્સ 75000ને પાર પહોંચ્યો છે. તો નિફ્ટીમાં પણ 98.80 અંક એટલે કે 0.44 ટકાની તેજીની સાથે 22,765.10ના લેવલ પર ખુલ્યો છે. આજે નિફ્ટી પણ ઓલટાઈમ હાઈ પર પહોંચ્યું છે.

સેન્સેક્સ અને નિફ્ટીના શેર
સેન્સેક્સ બજાર ખુલતાની સાથે તે 75 હજારને પાર પહોંચી ગયું છે. ત્યારે સેન્સેક્સના 30માંથી 16 શેરમાં તેજી અને 14 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તો નિફ્ટીમાં 50 શેરમાંથી 28 શેરમાં તેજી અને 22 શેરમાં ઘટાડો જોવા મળ્યું છે.

આ પણ વાંચો: બાબા મહાકાલના દરબારમાં હવે ‘રીલ’ બનાવવી પડશે ભારે, નવી ગાઈડલાઈન જારી

BSEની માર્કેટ મૂડીમાં વધારો
BSEનું માર્કેટ કેપિટલાઇઝેશન વધીને રૂ. 401.82 લાખ કરોડ થઈ છે. જેમાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈકાલે પ્રથમ વખત BSEનો એમકેપ રૂ. 400 લાખ કરોડને પાર કરી ગઈ હતી. જે એક ઐતિહાસિક સિદ્ધિ છે.

સેન્સેક્સ-નિફ્ટીના ટોપ ગેઇનર્સ
સેન્સેક્સમાં આજે ઈન્ફોસિસ 2.02 ટકા અને અપોલો હોસ્પિટલ 1.29 ટકા ઉપર છે. એચસીએલ ટેક, હીરો મોટોકોર્પ, વિપ્રો, અદાણી પોર્ટ્સ, ટક મહિન્દ્રા, ટીસીએસ જેવા શેરોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. નિફ્ટીના સૌથી વધુ વધતા શેરોની વાત કરીએ તો ઈન્ફોસીસ, હીરો મોટોકોર્પ, ટાટા મોટર્સ, વિપ્રો, ટેક મહિન્દ્રા જેવા શેરોમાં મજબૂતીથી ટ્રેડ થઈ રહ્યો છે.

ગુડી પડવા નિમિત્તે આજે કરન્સી બજાર બંધ
ગુડી પડવા નિમિત્તે મહારાષ્ટ્રમાં આજે કરન્સી બજાર બંધ છે. આથી આજે ભારતીય બજારમાં રૂપિયા સિવાયની કરન્સીમાં કોઈ વેપાર થશે નહીં.