November 26, 2024

IPL 2024: ભુવનેશ્વર કુમારે પંજાબ કિંગ્સ સામે બનાવ્યા બે મોટા રેકોર્ડ

IPL 2024 ની 23મી મેચ પંજાબ અને હૈદરાબાદની ટીમ વચ્ચે રમાઈ હતી. શિખર ધવને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેચની બીજી ઇનિંગમાં, SRHના સ્ટાર બોલર ભુવનેશ્વર કુમારે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

બે મોટા રેકોર્ડ બનાવ્યા
ગઈ કાલની મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન, પંજાબ કિંગ્સ દ્વારા શાનદાર બોલિંગ પ્રદર્શન છતાં, સનરાઇઝર્સ હૈદરાબાદે નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા અને પંજાબ કિંગ્સને 183 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ મેચ દરમિયાન બીજી ઇનિંગમાં, SRHના સ્ટાર બોલર ભુવનેશ્વર કુમારે જોરદાર પ્રદર્શન કર્યું હતું.

આ પણ વાંચો: IPL 2024માં પંજાબ કિંગ્સનો બન્યો શરમજનક રેકોર્ડ

બે મોટા રેકોર્ડ બનાવ્યા
ભુવનેશ્વર કુમારે પંજાબ કિંગ્સ સામે 183 રનનો બચાવ કરી રહેલી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. ભુવનેશ્વર કુમારે ત્રણ ઓવરમાં 15 રન આપ્યા અને એક મેડન ઓવર પણ નાખી. આઈપીએલના ઈતિહાસમાં આ તેની 13મી મેડન ઓવર છે. તે વધુ મેડન ઓવર નાખવાના મામલે બીજા સ્થાન પર છે. ઈરફાન પઠાણ – 10 ઓવર, ટ્રેન્ટ બોલ્ટ – 11 ઓવર, ભુવનેશ્વર કુમાર – 13 ઓવર, પ્રવીણ કુમાર – 14 ઓવરમાં નામ છે. મહત્વની વાત એ છે કે ફાસ્ટ બોલરો ભાગ્યે જ સ્ટમ્પિંગના રૂપમાં વિકેટ લે છે. આઈપીએલમાં આ બીજી વખત છે જ્યારે તેણે સ્ટમ્પિંગ દ્વારા વિકેટ લીધી હોય અને આવું કરનાર તે એકમાત્ર ઝડપી બોલર બન્યો છે.