November 26, 2024

દીકરાને જોવા દર્દ ભૂલી માતા, રોહિતની મમ્મીએ કપાળે કર્યું ‘ચુંબનતિલક’

Rohit Sharma: વાનખેડે સ્ટેડિયમના પ્રેસિડેન્ટ બોક્સમાં રોહિત શર્માનો પરિવાર હાજર હતો. રોહિત શર્માએ પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢી પોતાના માતા-પિતાને મળવા માટે ગયો હતો. આ સમયે રોહિતની માતાએ તેને કપાળ પર ચુંબન કર્યું હતું. આ સમયે તેમની માતાએ જણાવ્યું કે તેણે આજનો દિવસ જોવા માટે ડોક્ટરની એપોઇન્ટમેન્ટ કેન્સલ કરી દીધી છે. રોહિત જેવો તેની માતાને મળ્યો તેમની આંખોમાં ખુશી જોવા મળી રહી હતી.

એકલા છોડી દેવાની વિનંતી કરી
રોહિત અને તેની માતા સાથેની આ ક્ષણને કેમેરામાં કેદ કરવા માટે અનેક ચાહકો જોવા મળી રહ્યા હતા. આ સમયે સેલ્ફી લેનારાઓની ભીડથી ઘેરાયેલા રોહિત શર્માએ તેમને અને તેમના પરિવારને એકલા છોડી દેવા માટે વિંનતી કરી હતી. તેનો પરિવાર આ દિવસની કેટલાય દિવસથી રાહ જોઈ રહ્યો હતો. તેમની માતાએ કહ્યું કે મે આ દિવસને જોવા માટે અને પુત્રને જોવા માટે ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ રદ કરી છે.

આ પણ વાંચો: PM મોદીને મળી ખાસ ભેટ, BCCI પ્રમુખ અને સેક્રેટરીએ આપી ખાસ જર્સી

‘મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું આ દિવસ જોઈશ
રોહિતની માતાએ વધુમાં કહ્યું કે, હું આ સમયે મારી ખુશી વ્યક્ત કરી શકતી નથી .આ પ્રકારનું વાતાવરણ મેં પહેલાં ક્યારેય જોયું નથી. તેને જેટલો પ્રેમ મળી રહ્યો છે તે તેની મહેનતના કારણે મળી રહ્યો છે. જેના કારણે આજે સૌથી વધારે ખુશ હું છું. આ દિવસ જીવનમાં ફરી ક્યારેય નહીં આવે. આ મારા માટે ખુબ તે ભાવનાત્મક ક્ષણ હતી. વધુમાં તેમણે કહ્યું કે આ મેં કયારેય પણ વિચાર્યું ના હતું કે આ દિવસ હું આ દિવસ જોઈશ.