October 6, 2024

India vs Zimbabwe T20 Series: ટીમ ઈન્ડિયાએ તોડ્યો પાકિસ્તાનનો આ રેકોર્ડ

India vs Zimbabwe T20 Series: ભારતીય ટીમે બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઝિમ્બાબ્વે સામે જોરદાર પ્રદર્શન કર્યું હતું. ગઈ કાલની મેચ બાદ ટીમ ભારતે T20 મેચની શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. પ્રથમ મેચમાં ઝિમ્બાબ્વેએ 13 રને જીતી પ્રાપ્ત કરી હતી. બીજી મેચમાં બેટ્સમેનોએ બીજી T20 મેચમાં શાનદાર પ્રદર્શન કરતા પ્રથમ મેચમાં થયેલી ભૂલોને સુધારી હતી. જેના કારણએ ભારતીય બેટ્સમેનો સામે તેનો બોલરો ટકી શક્યા ના હતા.

અજાયબી કરી
ઝિમ્બાબ્વે વિરૂદ્ધ ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે આગળ જઈને ખરો સાબિત થયો હતો. ભારતીય ટીમે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ 100+ રનથી મેચ જીતનારી ટીમ બની ગઈ છે. આ રેકોર્ડની સાથે ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાના રેકોર્ડ તોડી નાખ્યા છે. T20I માં 100+ રનથી સૌથી વધુ જીત મેળવનાર ટીમની વાત કરવામાં આવે તો ભારતીય ટીમ – 5 જીત, પાકિસ્તાન- 4 જીત, ઓસ્ટ્રેલિયા – 4 જીત, ઈંગ્લેન્ડ – 3 જીત, અફઘાનિસ્તાન – 3 જીત થઈ છે.

આ પણ વાંચો: India vs Zimbabwe T20 Series: India Teamની હારથી ફેન્સને યાદ આવ્યો આ ખેલાડી

સદી ફટકારીને ઇતિહાસ રચ્યો
અભિષેક શર્માએ ઝિમ્બાબ્વે સામેની બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં શાનદાર ઇનિંગ રમી હતી. તેની જોરદાર ઇનિંગ સામે ઝિમ્બાબ્વેના બોલરો ટકી શક્યા ના હતા. અભિષેક શર્મા માત્ર એક મેચ બાદ તે ઝીરોમાંથી હીરો બની ગયો છે. અભિષેક શર્માએ 100 રન બનાવ્યા હતા. ઇનિંગ દરમિયાન 7 ફોર અને 8 સિક્સર ફટકારી હતી. ઝિમ્બાબ્વે વિરૂદ્ધ ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો જે સાચો સાબિત થયો હતો. પહેલી મેચમાં બોલિંગ કરીને ગિલે ભૂલ કરી હતી. જે 2જી મેચમાં ભૂલ કરી ના હતી.