October 6, 2024

સુલાવેસી ટાપુમાં વરસાદને કારણે સર્જાયેલી દુર્ઘટનામાં 12 લોકોનાં મોત

Indonesia: ઇન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ પર કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે એક મોટી દુર્ઘટના બની છે. સોનાની ખાણમાં ભૂસ્ખલન થયું હતું તેના કારણે ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે. હાલમાં 18 લોકો લાપત્તા છે.

જીવતા બચાવી લેવામાં આવ્યા હતા
સ્થાનિક રેસ્ક્યુ એજન્સી બસર્નાસના વડા હેરિયાન્ટોએ માહિતી આપતા જણાવ્યું કે ભૂસ્ખલનમાં ગેરકાયદેસર ખાણની નજીક રહેતા ખાણિયાઓ અને રહેવાસીઓ મૃત્યુ પામ્યા હતા. રેસ્ક્યુ ટીમ સોમવારે ગુમ થયેલા 18 લોકોને શોધી રહી છે. હાલ 12 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. તેમણે કહ્યું કે અમે ગુમ થયેલા લોકોને શોધવા માટે રાષ્ટ્રીય બચાવ દળ, પોલીસ અને સેનાના જવાનો સહિત 164 જવાનોને તૈનાત કર્યા છે.

આ પણ વાંચો: India vs Zimbabwe T20 Series: ટીમ ઈન્ડિયાએ તોડ્યો પાકિસ્તાનનો આ રેકોર્ડ

કેટલાક ઘરો નાશ પામ્યા
એક માહિતીમાં જણાવ્યા અનુસાર ભૂસ્ખલનના કારણે ઘણા મકાનો ધ્વસ્ત થઈ ગયા છે. હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદ પડી શકે છે અને લોકોને સાવચેત રહેવા જણાવ્યું હતું. આ પહેલા એપ્રિલમાં દક્ષિણ સુલાવેસીમાં ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 18 લોકો માર્યા ગયા હતા. આ ઘટના પણ ભારે વરસાદના કારણે બની હતી.