June 29, 2024

Rashid Khanને આવ્યો સાથી ખેલાડી પર ભારે ગુસ્સો, બેટ પીચની વચ્ચે ફેંકી દીધું

AFG vs BAN:  બાંગ્લાદેશ સામે T20 વર્લ્ડ કપ 2024માં સુપર-8 રાઉન્ડની છેલ્લી મેચમાં અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાને મિડ-ફિલ્ડ પર પોતાનો ગુસ્સો ઠાલવતો જોવા મળ્યો હતો. રાશિદ ખાન શાકિબના બોલ પર કવર્સમાં એરિયલ શોટ રમ્યો હતો. કારણ કે રાશિદ ખાનને તેના પાર્ટનર કરીમ જનાતે બીજો રન લેતા અટકાવ્યો હતો. જે બાદ તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

બેટ ફેંકી દીધું હતું
અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાને ગુસ્સામાં પોતાનું બેટ પીચ પર ફેંકી દીધું હતું. કરીમ જનાત પર ગુસ્સો કર્યો અને બાદમાં તેણે બેટ ફેંકી દીધું હતું. રાશિદ ખાને ઇનિંગની છેલ્લી ઓવરમાં હેલિકોપ્ટર શોટ રમવાનો પ્રયાસ કર્યો છે. રાશિદ ખાન ઝડપથી રન લેવા માંગતો હતો પરંતુ જનાતે તેને પાછો મોકલી દીધો હતો. જે બાદ રાશિદ ખાન ભારે રોષમાં જોવા મળ્યો હતો. આ સમયનો જે વીડિયો સામે આવ્યો છે. તેમાં જોઈ શકાય કે રાશિદની આંખમાં ગુસ્સો હતો.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

આ પણ વાંચો: T20 World Cup 2024: આ ખેલાડી હવે ઈન્ટરનેશનલ ક્રિકેટની જર્સીમાં નહીં દેખાય!

શાનદાર ઇનિંગ રમી
રાશિદ ખાને ઇનિંગ સારી રમી હતી. રાશિદ ખાને માત્ર 10 બોલમાં 3 છગ્ગાની મદદથી અણનમ 19 રન બનાવ્યા હતા. તમને જણાવી દઈએ કે રાશિદ ખાનની ઇનિંગના કારણે જ અફઘાનિસ્તાનની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 115 રન બનાવ્યા હતા.