September 16, 2024

“દિવાળી સુધીમાં બધી ભરતીના ફોર્મ ભરાઈ જશે”, ભાવિ શિક્ષકોને સરકારની વધુ એક હૈયાધારણા

ગાંધીનગર: છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં શિક્ષકોની ભરતીને લઈને ટેટ-ટાટ ઉમેદવારો માંગ કરી રહ્યા છે. ત્યારે આજે મોટી સંખ્યામાં ટેટ-ટાટ ઉમેદવારો ગાંધીનગર ખાતે પ્રદર્શન કર્યું હતું. ત્યારે, ઉમેદવારોની માંગને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા ઉમેદવારોને વધુ એક હૈયાધારણા આપી છે. સરકારે ઉમેદવારોને આશ્વાસન આપતા વધુ એક વચન આપ્યું છે. સરકારે જણાવ્યું છે કે આ વખતે દિવાળી પહેલા તમામ ભરતીના ફોર્મ ભરાઈ જશે.

વધુમાં સરકારે જણાવ્યું છે કે 1 સપ્ટેમ્બરે જે ભરતી જાહેર થવાની હતી તે 15 દિવસમાં જાહેર કરવામાં આવી શકે છે. તેમજ, 1 ઓક્ટોબરે જાહેર થનારી ભરતી 15 દિવસ મોડી જાહેર થઈ શકે. વધુમાં જણાવ્યું છે કે નવેમ્બર અને ડિસેમ્બરમાં આયોજિત ધોરણ 1થી 8ના શિક્ષકોની ભરતી સમયસર થશે.

આ પણ વાંચો: જળમગ્ન થયું સિમાસી ગામની પ્રાથમિક શાળાનું મેદાન, વિદ્યાર્થીઓને હાલાકી

મહત્વનું છે કે ઉમેદવારો દ્વારા આજે કરવામાં આવેલા પ્રદર્શન બાદ ઉમેદવારો સાથેની સરકારે વાત કરી હતી અને વાતચીત બાદ રાજ્ય સરકારે ઉમેદવારોને વધુ એક હૈયાધારણા આપી છે.