September 17, 2024

અંજીર જ નહીં, તેનું પાણી પણ છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

Anjeer Water Benefits: તમામ ડ્રાય ફ્રૂટ્સ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. અંજીર સૂકા ફળ અને લીલા ફળ બંને તરીકે બંને રીતે ખાવામાં આવે છે. અંજીરના સ્વાસ્થ્ય સંબંધિત ઘણા ફાયદાઓ છે. પરંતુ શું તમને ખબર છે કે અંજીરની સાથે તેનું પાણી પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારણ છે? કદાચ આ ફાયદાઓને જાણીને તમને નવાઈ લાગી શકે છે આવો જાણીએ અંજીરના પાણીના ફાયદાઓ.

બ્લડ પ્રેશરને સુધારવામાં મદદ
અંજીરના પાણીનું સેવન કરવાથી તમે ઘણી બિમારીને દૂર રાખી શકો છો. તેમાં પણ ખાસ કરીને તમે અંજીરના પાણીનું સેવન કરો છો તોબ્લડ પ્રેશરના સ્તરને સુધારવામાં મદદ ચોક્કસ મળશે. આ સાથે તમારા હૃદયની તંદુરસ્તી સુધરશે.

કબજિયાતમાં ફાયદાકારક
આહારમાં અંજીરનો સમાવેશ કરવાથી પાચનક્રિયા સુધરે છે. જો તમે અંજીરનું પાણી પીવો છો તો તમને કબજિયાતમાં છૂટકારો મળી શકે છે. આજના સમયમાં મોટા ભાગના લોકોને કબજિયાતની સમસ્યા હોય છે. દેશી ઉપચારથી તમે તેને દૂર કરી શકો છો.

આ પણ વાંચો: સિદ્ધિવિનાયકને અર્પણ કરો શુગર ફ્રી હલવો, આ રહી મસ્ત રેસીપી

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક
ડાયાબિટીસના દર્દીઓને મીઠાઈ ખાવાની મનાઈ છે પરંતુ તેઓ અંજીર અથવા તેના પાણીનું મર્યાદિત માત્રામાં સેવન કરી શકે છે. જેનાથી ઇન્સ્યુલિનને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે. આ સાથે અંજીરનું સેવન કરવાથી આંતરડાના સોજામાં પણ રાહત મળી શકે છે.

અંજીરનું સેવન ક્યારે કરવું?
2 થી 3 અંજીરના ટુકડા કરો અને તેને પાણીમાં પલાળી દેવાના રહેશે. સવારે આ પાણીને ગરમ કરી લો. તમે આ પાણી પી શકો છો અને પાણી પીધા પછી તમે અંજીરને ચાવીને ખાઈ શકો છો. જે લોકોને કોઈ પણ પ્રકારની સમસ્યા નથી તે દિવસમાં બે કે ત્રણ અંજીરનું સેવન કરી શકે છે.