May 9, 2024

ભીખાજીની ટિકિટ કાપતા અરવલ્લી ભાજપમાંથી 2000થી વધુ કાર્યકરોનાં રાજીનામા

aravalli bjp 2000 karyakarta resigned after bhikhaji thakor controversy

અરવલ્લીમાં 2000 કાર્યકરોએ રાજીનામુ આપ્યું છે.

અરવલ્લીઃ જિલ્લા ભાજપમાંથી 2000થી વધુ કાર્યકરોએ રાજીનામા આપ્યાં છે. મેઘરજ અને માલપુર વિસ્તારના કાર્યકરોએ રાજીનામુ ધરી દીધું છે. ઉલ્લેખનીય છે કે, ભીખાજી ઠાકોરની ટિકિટ કાપ્યા બાદ તેમના સમર્થનમાં રાજીનામુ આપવામાં આવ્યું છે.

સાબરકાંઠામાં પણ રાજકારણ ગરમાયું
ભીખાજી ઠાકોરના સમર્થનમાં મેઘરજમાં દેખાવ કરવામાં આવ્યા હતા. મેઘરજમાં હજારો લોકો એકઠાં થયા હતા. ત્યારે હજારો કાર્યકર્તાઓએ રાજીનામુ આપવાની ચીમકી ઉચ્ચારી હતી. જ્યારે વેપારીઓએ ધંધા-રોજગાર બંધ રાખી વિરોધ કર્યો હતો. ભીખાજીની ‘ના’ કહેવા છતાં સમર્થકો માનવા તૈયાર નથી. નાનાથી લઈ મોટા વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ ભાજપે વિધાનસભાની પેટાચૂંટણી માટે જાહેર કર્યા ઉમેદવાર

વડોદરામાં પોસ્ટરવોર જામ્યું હતું
તો બીજી તરફ, વડોદરામાં પણ રાજકારણ ગરમાયું હતું. રંજનબેન ભટ્ટનું નામ જાહેર કરતા પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યાએ બળવો પોકાર્યો હતો. ત્યારબાદ સાવલીના ધારાસભ્યએ રાજીનામુ આપી દીધું હતું. તેમને ભાજપ હાઇકમાન્ડે માત્ર 14 કલાકમાં જ મનાવી લીધા હતા. ત્યારબાદ વડોદરાના સાંસદ અને ઉમેદવાર રંજન ભટ્ટે સોશિયલ મીડિયા પર લોકસભા ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ લોકસભા ચૂંટણી માટે નવા ઉમેદવાર ડૉ. હેમાંગ જોશીના નામની જાહેરાત કરવામાં આવી હતી.