અમદાવાદમાં ATS-DRIએ મોટું ઓપરેશન પાર પાડ્યું, 107 કિલો સોનું અને 11 લક્ઝરી ધડિયાળ કરી જપ્ત

અમદાવાદ: ગુજરાત ATSના નાયબ પોલીસ અધિક્ષક એસ.એલ.ચૌધરીને તેના વિશ્વાસુ બાતમીદારથી બાતમી હકીકત મળી હતી કે, અમદાવાદના પાલડી વિસ્તારમાં મહાલક્ષ્મી સોસાયટીમાં આવેલ આવિશ્કાર એપાર્ટમેન્ટ-3ના ફ્લેટ નં. 104માં મોટા પ્રમાણમાં વિદેશથી દાણચોરી કરેલું સોનું છુપાવેલ છે.
આ માહિતી અંગે તેમને ગુજરાત ATSના ઉચ્ચ અધિકારીને જાણ કરી હતી. જે બાદ આ બાતમી DRIની અમદાવાદ ઝોનલ યુનીટ સાથે શેર કરવામાં આવી હતી. જે અંગે ગુજરાત ATSના નાયબ પોલીસ અધિક્ષક એસ.એલ.ચૌધરી, PI એન.આર.બ્રહ્મભટ્ટ, PI એ.એસ.ચાવડા, PSI કે.બી.સોલંકી તથા કર્મચારીઓની ટીમ તથા DRI અમદાવાદ ઝોનલ યુનીટની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં બાતમીવાળી જગ્યા ભાડા પેટે મેઘકુમાર શાહ, રહે. મુંબઈને આપ્યું હોવાનું બહાર આવ્યું હતું. તેના સગા-સંબંધીને સાથે રાખી આ ફ્લેટની બારીકાઇથી તપાસ કરવામાં આવતા તેમાાંથી 87.920 કિલો Gold Bars, 19.663 કિલો ઝવેરાતો અને 11 મોંઘી ઘડિયાળો એમ કુલ મળી રૂ. 100 કરોડથી વધુનો મદ્દુામાલ તથા રોકડા રૂ. 1 કરોડ 37 લાખ 95 હજાર મળી આવ્યું હતું.
આ અંગે સ્થળ પર હાજર મેઘકુમાર મહેન્દ્ર શાહના સગા-સંબંધીઓને પછુતા તેઓ કોઇ આધાર પુરાવા રજૂ કરી શક્યા ન હતા. જેથી DRI અમદાવાદ ઝોનલ યુનિટ દ્વારા વિગતવારનું પંચનામું કરી આ તમામ મુદ્દામાલ કબજે કરી કસ્ટમ્સ એક્ટની કલમ 123 મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. પ્રાથમિક તપાસ દરમ્યાન કબજે કરવામાં આવેલ 87 કિલો Gold Bars પૈકી 52 કિલો Gold Bars ઉપર ફોરેન માર્ક મળી આવ્યા છે. જે સીધી રીતે વિદેશથી દાણચોરી દ્વારા મળ્યા હોવાનું દર્શાવે છે.
વધુમાં આ રેડ દરમિયાન હાજર મેધકુમાર શાહના બહેનના જણાવ્યા મુજબ મેધકુમાર શેર ટ્રેડીંગ બીઝ્નેસ સાથે સંકળાયેલા છે અને હાલ તે મુંબઈ રહે છે.