અફઘાનિસ્તાનના કાબુલમાં આત્મઘાતી હુમલો, 6ના કરૂણ મોત: 13 ઘાયલ
Afghanistan Terror Attack: આતંકવાદથી ઘેરાયેલા અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં સોમવારે આતંકી હુમલો થયો. મળતી માહિતી મુજબ, એક આત્મઘાતી હુમલાખોરે પોતાને ઉડાવી દીધો. કાબુલ પોલીસે આ આત્મઘાતી હુમલાની પુષ્ટિ કરી છે.
કાબુલ પોલીસે જણાવ્યું છે કે અફઘાનિસ્તાનની રાજધાનીમાં સોમવારે એક આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટ કર્યો હતો. આ હુમલામાં 6 લોકોના મોત થયા છે, જ્યારે 13 લોકો ઘાયલ થયા છે. કાબુલ પોલીસના પ્રવક્તા ખાલિદ જર્દને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખતા ઘટનાને કમનસીબ ગણાવી છે. તેમણે વધુમાં લખ્યું કે આત્મઘાતી હુમલામાં કમનસીબે 1 મહિલા સહિત 6 નાગરિકો માર્યા ગયા અને 13 અન્ય ઘાયલ થયા.
કોઈ સંગઠને નથી લીધી હુમલાની જવાબદારી
જોકે, કાબુલમાં થયેલ આત્મઘાતી હુમલાની હજુ સુધી કોઈ જ આતંકી સંગઠને જવાબદારી નથી. આ હુમલો દક્ષિણ કાબુલના કાલા-એ-બખ્તિયાર વિસ્તારમાં થયો હતો. પોલીસનું કહેવું છે કે હુમલાને લઈને હાલ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.