BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટનું એલાન, A+ ગ્રેડમાં માત્ર ચાર જ ખેલાડી

BCCI Central Contracts: BCCI એ વર્ષ 2024-25 માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી દીધી છે. જેમાં 34 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કરાર 1 ઓક્ટોબર થી 30 સપ્ટેમ્બર 2025 સુધીનો છે. જેમાં 34 ખેલાડીઓને 4 ગ્રેડમાં વિભાજિત કરાયા છે. જેમાં A+, A, B અને C ગ્રેડનો સમાવેશ થાય છે. ભારતે માર્ચ 2025 માં ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પણ જીત્યો હતો. તમને જણાવી દઈએ કે ચેમ્પિયન્સ ટ્રોફી ટીમનો ભાગ રહેલા ખેલાડીઓને પણ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સ્થાન મળ્યું છે.

આ પણ વાંચો: CSK આ સિઝનમાં પ્લેઓફ માટે કેવી રીતે ક્વોલિફાય થશે?

રોહિત-કોહલીનો A+ ગ્રેડમાં સમાવેશ
બીસીસીઆઈએ ફક્ત ચાર ખેલાડીઓને A+ ગ્રેડમાં રાખ્યા છે. જેમાં રવિન્દ્ર જાડેજા, રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહનો સમાવેશ થાય છે. રોહિત, કોહલી અને જાડેજાએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે અને હવે તેઓ ફક્ત ટેસ્ટ અને વનડે રમે છે. ગ્રેડ-એમાં મોહમ્મદ શુભમન ગિલ, સિરાજ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી અને પંતનો સમાવેશ થાય છે. બીસીસીઆઈએ ફક્ત આ 6 ખેલાડીઓને ગ્રેડ-એમાં સામેલ કર્યા છે. બીસીસીઆઈએ ગ્રેડ-બીમાં પાંચ ખેલાડીઓને તક આપી છે. જેમાં અક્ષર પટેલ, સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, યશસ્વી જયસ્વાલ અને શ્રેયસ અય્યરનો સમાવેશ થાય છે.