November 26, 2024

T20 વર્લ્ડ કપ 2024માં સુપર-8 રાઉન્ડમાં આ 5 ટીમો પહોંચી

T20 World Cup 2024: વર્લ્ડ કપમાં આ વખતે તમામ મેચ રોમાંચક જોવા મળી રહી છે. ત્યારે આ વચ્ચે  ન્યુઝીલેન્ડની ટીમ ટી20 વર્લ્ડ કપમાં ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ છે. T20 વર્લ્ડ કપ 2024 ના સુપર-8 માટે 5 ટીમ ક્વોલિફાય થઈ ગઈ છે. જેમાં વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ભારતનો સમાવેશ થાય છે. બાકીના 3 સ્થાન માટે 7 ટીમ વચ્ચે મુકાબલો થશે. ચોક્કસથી સાતેય ટીમને નસીબની જરૂર પડશે.

ઘણી મોટી ટીમો ઉત્સુક
T20 વર્લ્ડ કપ 2024માં સુપર-8માં જગ્યા બનાવવા માટે ઘણી મોટી ટીમો ઉત્સુક જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં ઘણી ટીમોને આંચકો લાગ્યો છે. તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાનની પાપુઆ ન્યુ ગિની સામેની જીતથી ન્યુઝીલેન્ડ માટે સુપર-8માં પહોંચવાના તમામ દરવાજા બંધ થઈ ગયા છે. ત્યારે ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનને સુપર-8માં સ્થાન બનાવવા માટે ચમત્કાર કરવો પડશે.

આ પણ વાંચો: World Cupમાં 1987 પછી પ્રથમ વખત ન્યુઝીલેન્ડની ટીમ સાથે આવું બન્યું

પાકિસ્તાન અને અમેરિકા પાસે તક
ગ્રુપ-એમાં પાકિસ્તાન અને અમેરિકાને સુપર-8 માટે ક્વોલિફાય થવાની હજૂ પણ તક છે. આજે અમેરિકાની છેલ્લી ગ્રુપ મેચ આયર્લેન્ડ સાથે છે. જોકે આજની મેચમાં અમેરિકાની જીત થઈ શકે છે. જોકે પાકિસ્તાનની ટીમને નસીબ પર ભરોસોરાખવો પડશે. જો આજે આયર્લેન્ડની ટીમ જીતે છે. તો પાકિસ્તાન આયર્લેન્ડને મોટા માર્જિનથી હરાવવામાં સફળ થશે. જો નામિબિયા ઈંગ્લેન્ડને હરાવશે તો ઈંગ્લેન્ડ માટે વસ્તુઓ મુશ્કેલ બની જશે. જોવાનું રહ્યું છે બાકી 3 જગ્યામાં કોને સ્થાન મળશે.