September 8, 2024

સોના-ચાંદી સહિત પ્લેટિનમમાં ખરેખર કેટલો ભાવ ઘટ્યો, જાણો તમામ માહિતી

અમદાવાદઃ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું છે. ત્યારબાદ હવે સોનું, ચાંદી અને પ્લેટિનમ જ્વેલરી ટૂંક સમયમાં સસ્તી થવા જઈ રહી છે. નાણાં મંત્રીએ બજેટમાં સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યૂટી 15 ટકાથી ઘટાડીને 6 ટકા કરી નાંખી છે. જ્યારે પ્લેટિનમ પર કસ્ટમ ડ્યૂટી 15.4 ટકાથી ઘટાડીને 6.4 ટકા કરવાની જાહેરાત કરી હતી. સરકારની આ જાહેરાતથી સોનું, ચાંદી અને પ્લેટિનમ જ્વેલરી ટૂંક સમયમાં સસ્તી થશે.

નાણામંત્રી સીતારમણે બજેટ 2024ના ભાષણમાં કહ્યું હતું કે, ‘દેશમાં કિંમતી ધાતુના ઘરેણાંમાં સ્થાનિક મૂલ્યવૃદ્ધિ વધારવા માટે હું સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યૂટી ઘટાડીને 6.4 ટકા કરવાનો પ્રસ્તાવ મૂકું છું.’

આ પણ વાંચોઃ Budget 2024: ગ્રાફિક્સમાં સમજો સમગ્ર બજેટ, સરકારે કઈ-કઈ મોટી જાહેરાત કરી

બજેટમાં સોના-ચાંદી અને પ્લેટિનમની જ્વેલરી પર શું જાહેરાત કરવામાં આવશે?

  • સોનાના સિક્કા: કસ્ટમ ડ્યુટી એટલે કે આયાત ડ્યુટી 15%થી ઘટાડીને 6% કરી.
  • સોનાની ઇંટઃ આયાત ડ્યૂટી 14.35%થી ઘટાડીને 5.35% કરી.
  • ચાંદીના સિક્કાઃ આયાત ડ્યૂટી 15%થી ઘટાડીને 6% કરી.
  • ચાંદીની ઈંટઃ આયાત ડ્યૂટી 14.35%થી ઘટાડીને 5.35% કરવામાં આવી.
  • પ્લેટિનમ, પેલેડિયમ, ઓસ્મિયમ, રૂથેનિયમ, ઇરિડિયમઃ આયાત ડ્યૂટી 15.4%થી ઘટાડીને 6.4% કરવામાં આવી.
  • કિંમતી ધાતુના સિક્કાઃ આયાત ડ્યૂટી 15%થી ઘટાડીને 6% કરી.
  • સોના/ચાંદીના આભૂષણો: આયાત ડ્યુટી 15%થી ઘટાડીને 6% કરવામાં આવી.

આ પણ વાંચોઃ Budget 2024: જાણો નવા અને જૂના ટેક્સ માળખામાં શું ફેરફાર

સોના-ચાંદીના ભાવમાં કેટલો ઘટાડો થશે?
હવે આ ડિસ્કાઉન્ટને સામાન્ય ભાષામાં આ રીતે સમજી શકાય છે કે, જો તમે આજે 10 ગ્રામ 22 કેરેટ સોનાના ઘરેણાં ખરીદો છો, તો તેની કિંમત હવે 67,510 રૂપિયા છે. હાલમાં તેની સાથે 15 ટકા કસ્ટમ ડ્યુટી એટલે કે 10,126 રૂપિયાની આયાત ડ્યુટી જોડાયેલી છે. જો કે, હવે નાણામંત્રી નિર્મલા સીતારમણે 2024-25ના બજેટમાં કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6 ટકા કરવાની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં હવે આ જ સોનાની કિંમત લગભગ 62000 રૂપિયા થશે. એટલે કે બજેટની આ જાહેરાત બાદ 10 ગ્રામ સોનાના દાગીના લગભગ 5 હજાર રૂપિયા સસ્તા થઈ જશે.