November 25, 2024

અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે ડેન્ગ્યૂના કેસોમાં થયો વધારો, રોગચાળો વધતાં લોકોમાં ચિંતાનો માહોલ

અમદાવાદ: એક તરફ રાજ્યભરમાં વરસાદી માહોલ છે ત્યારે વરસાદી સિઝનમાં બીમારીઓ વધતી રહે છે. આ વચ્ચે હવે ડેન્ગ્યૂના કેસોમાં વધારો થયો છે. ભારે વરસાદ વચ્ચે હવે પાંચથી સાત દિવસમાં સિવિલ અને સોલામાં 235 કેસો નોંધાયા છે. નોંધનીય છે કે સિવિલ હોસ્પિટલમાં 61 અને સોલા સિવિલમાં 174 દર્દીઓ સારવાર આપવામાં આવી રહી છે.

મળતી માહિતી અનુસાર રાજ્યભરમાં ભારે વરસાદને કારણે લોકો હેરાન પરેશાન છે. પરંતું બીજી તરફ મચ્છરોને કારણે બીમારીઓ ફેલાઈ રહી છે. વરસાદી સિઝનમાં ડેન્ગ્યૂના કેસોમાં વધારો નોંધાયો છે. ત્યારે પાંચથી સાત દિવસમાં સિવિલ અને સોલામાં 235 કેસો નોંધાયા છે. ગત મહિને બાળકોમાં ડેન્ગ્યૂના 29 કેસ હતા ત્યારે પાંચ દિવસમાં 16 કેસો નોંધાયા છે. નોંધનીય છે કે, સિવિલ હોસ્પિટલમાં 61 અને સોલા સિવિલમાં 174 દર્દીઓ સારવાર આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો: દિલ્હી સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

ઉલ્લેખનીય છે કે, શહેરમાં ડેન્ગ્યૂના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આ સિવાય મેલેરિયા,વાયલર ઈન્ફેક્શન સહિત ઝાડા ઉલટીના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે પાણી જન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધતા લોકોમાં ચિંતાનો માહોલ છે. આ સિવાય સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં લોકોની લાઈનો લાગી રહી છે.