સવારે ઉઠતાંની સાથે તમે ગરમ પાણી પીવો છે? તો આ જરૂર વાંચો
Warm Water: લોકો પોતાને હેલ્ધી અને ફિટ રહેવા માટે સવારના ઉઠતાની સાથે ગરમ પાણી પીવે છે. મોટા ભાગના ફિટનેસ કોચથી લઈને સેલિબ્રિટી સુધીના લોકો આજ મોર્નિગ રૂટીનને ફોલો કરે છે. આ તમામ લોકોને ઉઠતાની સાથે ગરમાગરમ પાણી જોઈએ છે. તો કેટલાક લોકો આ રૂટીનને અયોગ્ય માને છે. તેમનું માનવું છેકે સવારના ઉઠતાની સાથે ગરમ પાણી પીવાના ફાયદાની સાથે નુકસાન પણ ઘણા છે. જો તમે પણ સવારના ઉઠતાની સાથે ગરમ પાણી પીવો છો તો તેના તમને કેટલા ફાયદા અને કેટલા નુકસાન છે તે વાંચો.
પાણી પીવાની રીત
ઘણી વખત વજન ઘટાડવા અથવા ત્વચાને ચમકદાર બનાવવા માટે આપણે પાણી પીવાનું લક્ષ્ય નક્કી કરીએ છીએ. તમે આખો દિવસ આ નિત્યક્રમ ચાલુ રાખો છો, પરંતુ સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ સારું નથી. તરસ લાગે ત્યારે જ પાણી પીવું જોઈએ. પાણી પીધા પછી તરત જ નક્કર વસ્તુઓ ન ખાવી જોઈએ.
શું કહે છે રિપોર્ટ?
એક રિપોર્ટ અનુસાર, તેમાં કોઈ શંકા નથી કે તમારે તમારા દિવસની શરૂઆત હૂંફાળા પાણીથી કરવી જોઈએ, પરંતુ તેની સાથે કેટલાક નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે. હંમેશા દાંત સાફ કર્યા પછી જ પાણી પીવો. વર્કઆઉટ કરતા પહેલા પાણી ન પીવો. તમે સવારે નાસ્તામાં થોડું હૂંફાળું પાણી પી શકો છો. જો કે, 100ml થી વધુ પાણી ન પીવો.
આ બાબતોનું ધ્યાન રાખો
મોટાભાગના લોકો સવારે ઉઠતાની સાથે જ 1 કે 2 ગ્લાસ પાણી પી લે છે. આમ કરવાથી તેઓ માને છે કે પેટ સાફ રહેશે, પરંતુ તેના ગેરલાભ પણ ઘણા છે. રાતના સમયે આપણઆ મોઢામાં ઘણા પ્રકારના બેક્ટેરિયા બની જાય છે. સવારે મોઢું સાફ કર્યા વિના પાણી પીવાથી આ જ બેક્ટેરિયા તમારા પેટમાં પ્રવેશ કરે છે. જેના કારણે ઘણી સમસ્યાઓ વધી જાય છે. આવી સ્થિતિમાં તમારે હંમેશા દાંત સાફ કર્યા પછી જ હૂંફાળું પાણી પીવું જોઈએ.