November 23, 2024

ECI: તમિલનાડુમાં રાહુલ ગાંધીના હેલિકોપ્ટરની તલાશી લેવાઈ

Rahul Gandhi’s Chopper: ચૂંટણી પંચના અધિકારીઓએ તમિલનાડુના નીલગીરીમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના હેલિકોપ્ટરની તલાશી લીધી હતી. પોલીસે જણાવ્યું કે હેલિકોપ્ટર અહીં ઉતર્યા બાદ ફ્લાઈંગ સ્ક્વોડના અધિકારીઓએ તલાશી લીધી હતી.નોંધનીય છે કે, રાહુલ કેરળમાં તેમના સંસદીય ક્ષેત્ર વાયનાડ જઈ રહ્યા હતા, જ્યાં તેઓ જાહેર રેલીઓ સહિત અનેક ચૂંટણી પ્રચારમાં ભાગ લેવાના છે.

રાહુલે વાયનાડમાં રોડ શો કર્યો હતો
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી પ્રચાર માટે વાયનાડમાં રોડ શો યોજ્યો હતો. આ મતવિસ્તારમાં તેમનો મુકાબલો સીપીઆઈ નેતા એની રાજા અને ભાજપના ઉમેદવાર સુરેન્દ્રન સામે છે.

આ પણ વાંચો: વૈશ્વિક તણાવ પર પીએમ મોદીએ કહ્યું- ‘ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા’

ઉલ્લેખનીય છે કે, અગાઉ લોકસભા ચૂંટણી 2019માં રાહુલ ગાંધી અમેઠી અને વાયનાડથી ચૂંટણી લડ્યા હતા.અમેઠીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સીટ પર બીજેપી ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ તેમને 55,120 વોટથી હરાવ્યા હતા. જ્યારે વાયનાડમાં રાહુલ ગાંધી જીત્યા હતા. કોંગ્રેસે આ વખતે ફરી રાહુલ ગાંધીને વાયનાડથી ઉમેદવાર બનાવ્યા છે.