હદથી વધારે પાણી પીવાના છે અઢળક નુકસાન
Excessive Water Intake: હેલ્દી રહેવા માટે લોકોને ખુબ જ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. પાણી પીવાના ઘણા ફાયદા છે. એ તો આપણે બધા જાણીએ છીએ, પરંતુ તમે જો હદથી વધારે પાણી પીશો તો એ પાણી તમને નુકસાન કરી શકે છે. શરીર માટે કોઈ પણ વસ્તુનું અતી હોવું હંમેશા નુકસાનકારક જ સાબિત થાય છે.
વધુ પડતું પાણી પીવાથી શું થાય?
જ્યારે એક હદથી વધારે પાણી પીવામાં આવે છે ત્યારે વ્યક્તિ વોટર પોઈઝનિંગનો શિકાર થાય છે. જેના કારણે તમારા મગજને અસર થાય છે. એ યોગ્ય રીતે કામ કરી શક્તુ નથી. હદથી વધારે પાણી પીવાના કારણે મગજની કોશિકાઓમાં પાણીની માત્રા વધી જાય છે. જેના કારણે તેમાં સોજો આવી જાય છે. આ સોજોના કારણે મગજમાં દબાવ વધે છે. આથી વ્યક્તિના મગજ અને છાતીના ભાગે દુખાવો થાય છે.વધુ પાણી શરીરમાં કેવી અસર કરે છે?
શરીરમાં વધુ માત્રામાં પાણી હોવાથી સોડિયમની ઉણપ થાય છે. જેના કારણે શરીર હાઈપોનેટ્રિમિયાનો શિકાર થાય છે. સોડિયમ આપણા શરીરમાં ખુબ જ જરૂરી હોય છે. તેની માત્રા ઓછી થવાથી શરીરની કોશિકાઓ સોજી જાય છે. સમસ્યા વધુ થવા પર વ્યક્તિ કોમામાં પણ જઈ શકે છે.
શરીરમાં પાણીની માત્રા વધી ગઈ એ કરી રીતે જાણશો?
વ્યક્તિ જ્યારે પણ ઓછું કે વધારે પ્રમાણમાં પાણી પીએ છે ત્યારે યૂરીનના કલર પરથી તમને સંકેત મળી જાય છે કે તમે ઓછુ પાણી પીધું કે વધુ પ્રમાણમાં પાણી પીધું. જો તમે યોગ્ય માત્રામાં પાણી પીઓ છો તો તમારા યૂરીનનો રંગ સાફ હશે, પરંતુ થોડું પણ ઓછું પાણી પીશો તો તમારા યુરીનનો રંગ પીળા જેવો થઈ જશે. આ ઉપરાંત જો તમને સામાન્ય કરતા વધારે વખત પ્રેશર આવે તો સમજી લેવું કે તમે વધારે પાણી પી લીધું છે.