November 22, 2024

IRCTCની ખાસ જાહેરાત, નવરાત્રિ સમયે ટ્રેનમાં મળશે ફરાળી ભોજન

Indian Railways: ભારતીય રેલવેમાં VIP ટ્રેનોમાં સફર કરતા મુસાફરોને સામાન્ય ભોજન મળી રહે છે, પરંતુ આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આ નવરાત્રીને ધ્યાનમાં રાખીને IRCTCએ ખાસ જાહેરાત કરી છે. લોકો નવરાત્રિ સમયે ઉપવાસ કરે છે આ સાથે કામના કારણે મુસાફરી પણ કરતા હોય છે. હવે એ લોકોને ફરાળી ભોજનમાં કોઈ તકલીફ નહીં પડે. કારણ કે ભારતીય રેલવે દ્વારા નવરાત્રિ સ્પેશિયલ થાળીની વ્યવસ્થા પોતાના યાત્રિકો માટે કરી છે. જે IRCTCની એક નવી પહેલા તરીકે જોવામાં આવે છે.

નવરાત્રિમાં ટ્રેન પેસેન્જરો માટે છે સાત્વિક થાળી
વંદે ભારત, શતાબ્દી એક્સપ્રેસ, રાજધાની એક્સપ્રેસ જેવી અનેક VIP ટ્રેન જેમાં બિઝનેસ ક્લાસવાળા પેસેન્જર અથવા એવા લોકો જેઓ મોટા ભાગે મુસાફરી કરતા હોય છે. જેઓ ઓછા સમયમાં બહું લાંબી મુસાફરી કરી રહ્યા હોય છે. એવા મુસાફરોને નવરાત્રિમાં સાત્વિક ભોજન મળી રહે એ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જો તમે પણ આ ટ્રેનમાં સફર કરવાના હો તો તમને પણ વ્રત સંબંધિત ભોજન મળી શકશે. આ માટે પેસેન્જરોએ ઓનલાઈન ઓર્ડર કરવું પડશે. જે બાદ આ સાત્વિક થાળી તમારી સીટ પર પહોંચી જશે. જેમાં તમને ડુંગળી, લસણ વિનાનું, વ્રત માટે મેવા અને ડ્રાઈ ફૂડ્સ, જૈન થાળી, ફળ, ફુલ, દુધ અને સાફ પાણી સહીતની વસ્તુઓ મળી રહેશે.

આ પણ વાંચો: USમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત, અબ્દુલ અરફાતની લાશ મળી

કેવી રીતે કરશો ઓર્ડર?
ઈ-કેટરિંગ પરથી મુસાફરો પોતાનું ખાવાનું ઓર્ડર કરી શકશે. જેના માટે તમારે ડિટેલમાં ટ્રેનનું નામ અને પીએનઆર નંબર નાખવાનું રહેશે. મુસાફરી દરમિયાન પેસેન્જર જે શહેરમાં જે પણ વસ્તુઓ જોઈએ છે એ તમામ વસ્તુ તેમને સીટ સુધી પહોંચી જશે. આ માટે મુસાફરોએ ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. આ અંગે જાણકારી આપતા IRCTCના સીઆરએમ અજીત સિંહે કહ્યું કે, નવરાત્રિમાં વ્રત રહેવાવાળા લોકોને ટ્રેનથી મુસાફરી કરતા સમયે કોઈ મુશકેલીઓ નહીં થાય. આ નવી વ્યવસ્થા મુસાફરોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.