May 20, 2024

સ્ટેડિયમ બન્યું અખાડો, MI vs GT મેચમાં થઈ બબાલ!

અમદાવાદ: IPL 2024ની મેચની તમામ મેચ ધમાકેદાર અંદાજમાં રમાઈ રહી છે. ગઈ કાલે ગુજરાત ટાઈટન્સે તેમની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 6 રનથી હરાવ્યું હતું. મહત્વની વાત એ છે કે ઘર આંગણે ગુજરાત ટાઇટન્સને હારનો સામનો કરવો પડ્યો નહી.

ઓલઆઉટ થઈ ગઈ
આઈપીએલ 2024માં ગુજરાત ટાઈટન્સે તેમની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને હરાવી દીધું હતું. ગુજરાતની ટીમના બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. પ્રથમ મેચમાં બોલર અને બેટ્સમેનનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. પરંતુ આ વચ્ચે સ્ટેડિયમમાં ચાહકો વચ્ચે જોરદાર લડાઈ થઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ક્રિકેટ ચાહકો એકબીજા ઉપર હુમલો કર્યો હતો.

વિકેટ લેવામાં સફળ
મુંબઈ ઈન્ડિયન્સ ટીમ 2013 પછી આઈપીએલમાં તેની પ્રથમ મેચ હારી ગઈ છે. IPL 2024 પહેલા જ હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બની ગયો છે. એમ છતાં તેને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સ માટે રોહિત શર્મા અને ડિવાલ્ડ બ્રેવિસ જ સારૂ પ્રદર્શન કરી શક્યા હતા. રોહિત અને ડીવાલ્ડ બ્રેવિસે આ બંનેએ સારૂ પ્રદર્શન કર્યું હતું. પરંતુ એમ છતાં મુંબઈની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.

ગુજરાત ટાઇટન્સ
રિદ્ધિમાન સાહા, સાઈ સુદર્શન, અઝમતુલ્લાહ ઓમરઝાઈ, ડેવિડ મિલર, શાહરુખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, ઉમેશ યાદવ, સ્પેન્સર જોન્સન, મોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન). આ ખેલાડીઓ ગુજરાત ટાઇટન્સની ટીમમાં છે.