November 24, 2024

ફૂટ સિનર્જી તમારા શરીર માટે છે અત્યંત જરૂરી…

Foot synergy: આપણે અમુક પ્રકારના ફૂડ કોમ્બિનેશન વિશે જાણીએ છીએ જેમ કે ગ્રીન ટીમાં લીંબુ. તે ઉપરાંત  કેટલાક નેગેટિવ ફૂડ કોમ્બિનેશ જેમ કે દૂધ અને ખાટાં ફળો પણ જોવા મળે છે. આપણા ખાવાની અમુક વસ્તુઓ છે. જેને કોમ્બિનેશનમાં ખાવાથી શરીરને વધુ પોષણ મળે છે. આવા પૌષ્ટિક અને ટેસ્ટી ફૂડને ફૂડ સિનર્જી કહેવામાં આવે છે.

ફૂડ સિનર્જી એટલે શું ?
ફૂડ સિનર્જી એટલે ખોરાકમાં પોષક તત્વો અને બાયોએક્ટિવ સંયોજકનું ક્મ્બાઇન થાય તે પ્રક્રિયા. જ્યારે તમે અમુક પોષકતત્વોને ખોરાકમાં એકસાથે ખાઓ છો, ત્યારે તેને એકલા ખાવાની સરખામણીમાં તે ફૂડ તમારે પોષકતત્વો પુરા પાડે છે. કેટલાક પોષક તત્ત્વો જ્યારે એકસાથે ખાવામાં આવે ત્યારે બોડીમાં પોષકતત્વોના શોષણને વધારી શકે છે. એક્ઝામપલ જોઇએ તો ફળોમાં રહેલ વિટામિન સી, પાલક અથવા કઠોળ જેવા છોડ આધારિત સ્ત્રોતોમાંથી આયર્નના શોષણને વધારી શકે છે. તો ચલો ફૂડ સિનર્જીના થોડા કોમ્બિનેશન તમારી જોડે શેર કરીએ જે તમારા બોડીને ભરપૂર માત્રામાં વિટામીન અને મિનરલ્સ આપે છે.

ફૂડ સિનર્જી
ટામેટા અને ઓલિવ ઓઈલ
ઓલિવ ઓઈલ સાથે લાઈકોપીન ભરપૂર માત્રામાં હોય તેવા ટામેટાંનું મિશ્રણ એન્ટી ઓક્સિડેન્ટના શોષણને વધારે છે.

સાઇટ્રસ ફળો સાથે પાંદડાવાળા ગ્રીન શાકભાજી
સાઇટ્રસ ફળો જેમ કે નારંગી સાથે પાંદડાવાળા ગ્રીન ફળો જેમ કે પાલક જોડવાથી વિટામિન સી મળે છે. જે શરીરને ગ્રીન વેજિટેબ્લ્સમાંથી મળતા આયર્નને વધુ અસરકારક રીતે શોષવામાં મદદ કરે છે.

દહીં અને બેરીસ
દહીંમાં રહેલા પ્રોબાયોટીક્સ, જ્યારે ફાઈબરથી ભરપૂર બેરી જેમકે સ્ટ્રોબેરી, બ્લ્યુ બેરી સાથે ખાવામાં આવે તો આંતરડાના સ્વાસ્થ્ય અને પાચન સારું થાય છે.

કઠોળ અને આખા અનાજ
કઠોળને આખા અનાજ એકબીજા સાથે સંતુલિત પોષણ પ્રોફાઇલ પ્રદાન કરે છે. હળદર અને કાળા મરીનું કોમ્બિનેશન પણ એટલું જ સારું છે.

તમારી હેલ્થને મેઇ્નટેઇન રાખે છે.
1) તમારી ડાયટને સંતુલિત કરો. દરેક ભોજન અથવા નાસ્તામાં પ્રોટીન, ફેટ, કાર્બોહાઇડ્રેટ્સ અથવા સ્ટાર્ચ વગરની શાકભાજી ઉમેરો.
2) ઓછામાં ઓછું પ્રોસેસ્ડ ફુ઼ડ પસંદ કરો. પ્રોસેસ્ડ ફુડને બનાવવા ઘણીવાર મોટાભાગના પોષક તત્વોને દૂર રાખી સ્વાદને મહત્વ આપવામાં આવે છે. આ ફુડ ટેસ્ટી હશે પણ તે વજન વધારવામાં અને ક્રોનિક રોગ કરી શકે છે.
3) તમારા ખોરાકમાં વિવિધ પ્રકારના પ્રોટીન, ફેટ, ફળો અને શાકભાજીનો સમાવેશ કરો. ફળો અને શાકભાજી એન્ટી ઓકિસડન્ટથી તેમનો રંગ મેળવે છે. જેથી ફળો અને શાકભાજી વિવિધ એન્ટી ઓકિસડન્ટથી ભરપુર હોય છે.

યાદ રાખો કે ઔષધીઓ, મસાલા અને અન્ય સીઝનિંગ માત્ર સ્વાદમાં જ નહી ગુણમાં પણ આગળ છે. મીઠું, મરી ઉપરાંત, લસણ, ડુંગળી, આદુ, લીંબુનો રસ, અને તમામ પ્રકારના મસાલા ફાયદાકારક છે.