ગાજરનો હલવો બનાવવાની આ છે સૌથી સરળ રીત, આંગળા ચાટતા રહી જશો!
Gajar Halwa Recipe In Cooker: શિયાળો આવતાની સાથે અલગ અલગ પ્રકારની મિઠાઈ ખાવાનું મન થાય છે. ઘરે જે પણ મિઠાઈ બનાવવામાં આવે છે તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ત્યારે અમે તમારા માટે ગાજરના હલવાની સરળ રેસીપી લઈને આવ્યા છીએ. જે ઝડપથી તમે બનાવી શકો છો.
પહેલું સ્ટેપ
ગાજરનો હલવો બનાવવા માટે તમારે 1 કિલો ગાજર લેવાના રહેશે. આ પછી તમારે તેને છોલીને કુકરમાં 2 સીટી વગડે ત્યાં સુધી પકાવવાના રહેશે. ગાજર બફાઈ જાઈ ત્યાં સુધી તેને કુકરમાં પકાવો.
બીજું સ્ટેપ
કુકર ખોલીને તમારે બાફેલા ગાજરમાંથી તમારે પાણી નિતારી લેવાનું રહેશે. હવે પછી તમારે તેમાં ફુલ ક્રીમ મિલ્ક નાખીને તેને પકાવો. આ પછી તમારે તેને માવા જેવું થઈ જાય ત્યાં સુધી તમારે તેને શેકવા દેવાનું રહેશે.
ત્રીજું સ્ટેપ
જો તમારી પાસે માવો હોય તો તેને તમારે તેમાં ઉમેરવાનો રહેશે. આ પછી સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરવાની રહેશે. આ પછી તમારે લીલી એલચી નાંખવાની રહેશે. જો તમને જાયફળ પસંદ હોય તો તમે તેને પણ ઉમેરી શકો છો.
આ પણ વાંચો: ઠંડીમાં મૂળાના પાનનું શાક આ રીતે બનાવો, ખાવાની મજા પડી જશે
ચોથું સ્ટેપ
હલવો તૈયાર થઈ જાય પછી તમારે તેમાં ઘી ઉમેરવાનું રહેશે. આ બધું તમારે મિક્સ કરી દેવાનું રહેશે. આ પછી તમારે કાજુ, બદામ અને પિસ્તા ઉમેરવાના રહેશે. જો તમને સુકી દ્રાક્ષ પસંદ હોય તો તમે તેને પણ ઉમેરી શકો છો. તો તૈયાર છે તમારો સરળ રીતથી ગાજરનો હલવો.