March 26, 2025

GT vs PBKS Pitch Report: અમદાવાદમાં રનનો ઢગલો થશે કે બોલરો તબાહી મચાવશે, જાણો પિચ રિપોર્ટ

GT vs PBKS, IPL 2025: IPLની 18મી સિઝનની ચોથી મેચ આવતીકાલે છે. અમદાવાદમાં ગુજરાતની ટીમ અને પંજાબની ટીમનો આમનો-સામનો થશે. સાંજે 7:30 વાગ્યે આ મેચ રમાશે. ગુજરાતની ટીમની કમાનશુભમન ગિલ કરી રહ્યા છે, તો બીજી બાજૂ પંજાબ કિંગ્સ ટીમનું નેતૃત્વ શ્રેયસ ઐયર કરી રહ્યા છે. ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સની છેલ્લી સિઝન નિરાશાજનક રહી હતી.જેના કારણે બંને ટીમ આ વખતે તમામ મેચ જીતવાનો પુરો પ્રયત્ન કરશે. ત્યારે આવો જાણીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ.

પિચ રિપોર્ટ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ બેટિંગ માટે અનુકૂળ માનવામાં આવે છે. આ મેદાનમાં ઉચ્ચ સ્કોરિંગ બની શકે છે. પરંતુ મેચ જેમ જેમ આગળ વધશે તેમ તેમ પિચ સ્પિનરોને મદદ કરશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કુલ 35 આઈપીએલ મેચ રમાઈ છે, જેમાં પહેલા બેટિંગ કરનારી ટીમે 15 મેચ જીતી છે. ટોસ હારનાર ટીમ 18 મેચ જીતી ચૂકી છે. સૌથી ઓછા ટીમ સ્કોરનો રેકોર્ડ પણ ગુજરાત ટાઇટન્સ પાસે છે, જે તેણે 2024 માં દિલ્હી કેપિટલ્સ સામે બનાવ્યો હતો. જેમાં પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને ત્રણ વિકેટથી હરાવ્યું હતું.

આ પણ વાંચો: IPL Points Table: પહેલી મેચ જીત્યા પછી પણ CSK ટેબલ ટોપર ન બની શક્યું, આ ટીમ છે નંબર વન

ગુજરાત ટાઇટન્સ ટીમ
શાહરૂખ ખાન, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર, સાઈ સુદર્શન, રાહુલ તેવતિયા, રાશિદ ખાન, નિશાંત સિંધુ, મહિપાલ લોમરોર, કુમાર કુશાગ્ર, અનુજ રાવત, માનવ સુથાર, વોશિંગ્ટન સુંદર, ગેરાલ્ડ કોટ્ઝી, અરશદ ખાન, ગુર્નુર બ્રાર, શેરફેન રૂધરફોર્ડ, સાઈ કિશોર, ઇશાંત શર્મા, જયંત યાદવ, ગ્લેન ફિલિપ્સ, કરીમ જનાત, કુલવંત ખેજરોલિયા.

પંજાબ કિંગ્સ સ્ક્વોડ
ગ્લેન મેક્સવેલ, શશાંક સિંહ, પ્રભસિમરન સિંહ, હરપ્રીત બ્રાર, વિજયકુમાર વિશાખ, શ્રેયસ ઐયર (કેપ્ટન), યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, માર્કસ સ્ટોઈનિસ, યશ ઠાકુર, માર્કો જોહ્ન્સન, જોશ ઇંગ્લિસ, લોકી ફર્ગ્યુસન, અઝમતુલ્લાહ ઉમરઝાઈ, હરનૂર સિંહ, કુલદીપ સેન, પ્રિયાંશ આર્ય, એરોન હાર્ડી, મુશીર ખાન, સૂર્યાંશ શેડગે, ઝેવિયર બાર્ટલેટ, પૈલા અવિનાશ, પ્રવીણ દુબે, નેહલ વાઢેરા, વિષ્ણુ વિનોદ.