December 4, 2024

સુરેન્દ્રનગરમાં ખેડૂતોના પાક સહાયમાં ગોલમાલ, લોકોએ ચેક પરત કર્યા

વિજય ભટ્ટ, સુરેનદ્રનગરઃ જિલ્લામાં પાક વળતરની સહાય ગોલમાલ અને યોગ્ય સર્વે ન થયાના આક્ષેપ સાથે ખેતીવાડી અધિકારીને જિલ્લાના ખેડૂતો દ્વારા ઓછી પાક સહાય આપી હોવાની રજૂઆત કરી અને કૃષિ મંત્રીને સહાયના ચેક પરત કરવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં અતિવૃષ્ટિથી ખેડૂતોને પાકને નુકસાન થયું હતું. આ અંગે સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે અને આ અંગેના ખેડૂતોએ ફોર્મ પણ ભર્યા છે. ત્યારે ખેડૂતોને સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવી રહી છે. ત્યારે પિયત હેકટર દીઠ 24000 અને બિન પિયતમાં 11,000ની બે હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવવાની સરકારની જાહેરાતને લઈ અને ખેડૂતોએ ફોર્મ ભર્યા હતા પરંતુ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવી રહી છે. જેમાં ખેડૂતોને ₹1200થી લઈ ₹5,000 સુધીની જિલ્લામાં ખેડૂતોને સહાય ચૂકવવામાં આવી રહી છે.

ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે, નુકસાનીનો સર્વે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ઓફિસમાં બેસીને કરવામાં આવ્યું છે અને સ્થળ પર જઈ સર્વે નો કર્યા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. ત્યારે ખેડૂતોને 1200, 2000,3500,5000 જેટલી સહયોજ ચૂકવવામાં આવી રહી છે ત્યારે અલગ અલગ વળતર ખેડૂતોને આપવામાં આવી રહ્યું છે. જેને લઇ આજે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો મુળી તાલુકા થાન અને ચોટીલા તાલુકાના ખેડૂતો દ્વારા આજે સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારીને સર્વેમાં ઘાલમહેલ અને ગોલમાલ કર્યા હોવાના આક્ષેપ સાથે રજૂઆત કરી હતી અને તેઓને મળેલ વર્તનની રકમના ચેક કૃષિ મંત્રીને ખેતીવાડી અધિકારી મારફત પરત આપવામાં આવ્યા હતા

ખેડૂતોની વડીલોની જમીન હોવાથી તેઓએ માપણી કરાવવા માટે અરજી પણ કરેલ છે પરંતુ તેઓનું ખેતર ક્યાં આવેલું છે તે ખેડૂત પ્રવીણભાઈ પંચાલને પણ ખ્યાલ નથી અને તેઓએ ખેડૂત સહાયમાં ફોર્મ ભર્યું હતું તેમ છતાં તેઓની સહાય મંજૂર કરવામાં આવી છે અતિ ખેડૂતોનો આક્ષેપ છે કે અધિકારીઓ અને કર્મચારી તેમજ એજન્સીઓ દ્વારા ઓફિસમાં બેસીને સર્વે કર્યો છે અને જે ખેડૂતોને નુકસાન થયું છે તેઓને વળતર યોગ્ય મળતું નથી

જો ખેડૂતોની માંગ નહીં સંતોષાય અને આ અંગે સર્વે કરનાર અધિકારીઓ સહિતનાઓ કર્મચારીઓ પર કાર્યવાહી નહીં કરવામાં આવે અને યોગ્ય વર્તન નહીં આપવામાં આવે તો આગામી સમયમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા ઉપગ્રહ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ખેતીવાડી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ખેડૂતોની રજૂઆત અને ખુશી મંત્રીને આપેલ ચેક પરત કર્યા છે તે મામલે ઉચ્ચ અધિકારીઓને તેમની રજૂઆતો પહોંચાડવામાં આવશે અને જે પણ સર્વે થયો છે તે યોગ્ય થયો હોય અને તે મુજબ જ વળતર ખેડૂતોને ચૂકવવામાં આવ્યું છે