May 20, 2024

KKRએ સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવી દીધું, હર્ષિત રાણા થયો ટ્રોલ

અમદાવાદ: IPL 2024ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. ગઈ કાલની મેચમાં KKRએ સનરાઈઝર્સ હૈદરાબાદને 4 રનથી હરાવી દીધું છે. આ મેચનો જીતનો શ્રેય હર્ષિત રાણાને આપીએ તો પણ ચાલે કારણ કે મેચની છેલ્લી ઓવરમાં બે વિકેટ લઈને KKRને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

હર્ષિતને ઠપકો આપ્યો
હર્ષિત રાણાએ આ મેચની છેલ્લી ઓવરમાં KKRને જીત અપાવી હતી. જેના કારણે જીતનો શ્રેય હર્ષિત રાણાને જ જાય છે એમ છતાં તેને ઠપકો ખાવાનો વારો આવ્યો હતો. આ સાથે મેચ દરમિયાન હર્ષિતને ટ્રોલ થવાનો વારો આવ્યો હતો. જેને લઈને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરે પણ હર્ષિતને ઠપકો આપ્યો હતો. કારણ કે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હર્ષિત રાણાએ ઓપનર મયંક અગ્રવાલને બાઉન્સર ફેંક્યો હતો. જેમાં મયંકે રમવાની પ્રયત્ન કર્યો હતો. જેમાં રિંકુ સિંહે શાનદાર કેચ લીધો હતો. જે બાદ હર્ષિત રાણાએ મયંક અગ્રવાલની વિકેટ લીધા બાદ ફ્લાઈંગ કિસ આપી હતી. જેને કારણે તે ટ્રોલ થઈ રહ્યો છે અને હર્ષિત ટ્રોલ થઈ રહ્યો છે.

ગુસ્સે થઈ ગયા
વાત જાણે એમ હતી કે KKRના ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ મયંક અગ્રવાલની વિકેટ લીધા બાદ ફ્લાઈંગ કિસ આપી હતી. જેના કારણે તેના ઉપર પૂર્વ ખેલાડી ભારે રોષમાં જોવા મળ્યો હતો. જેને લઈને તેમણે નિવેદન આપ્યું હતું કે આ પ્રવૃત્તિઓ વિના પણ ક્રિકેટ રમી શકાય છે. આજના સમયમાં કોઈ પણ વીડિયો ફાસ્ટ વાયરલ થઈ જાય છે. આવી પ્રવૃત્તિઓ વગર પણ તમે મેચનો આનંદ માણી શકો છો. હા મને લાગે છે કે તમારે સામેની ટીમના ખેલાડીઓને હરાવીને ખુશ થવું જરૂરી છે પરંતુ એનો મતલબ એ નથી કે સામેની ટીમ સામે આવી વસ્તુઓ તમે કરો.IPLની ત્રીજી મેચમાં KKRએ સનરાઇઝર્સ હૈદરાબાદને 4 રનથી હરાવીને જીત પ્રાપ્ત કરી હતી.