September 18, 2024

રસોડામાં રાખેલી આ વસ્તુઓને મિક્સ કરીને બનાવો મધનો ફેસ પેક

Honey Face Packs Glowing Skin: મોટા ભાગના લોકો આજના સમયમાં મોંઘા મોંઘા પાર્લરમાં જતા હોય છે. પરંતુ તમારું રસોડું જ તમારું પાર્લર છે. ત્યારે અમે તમને આજે એવા ફેસ વિશે જણાવીશું કે જે તમારા ઘરમાં જ બનાવી શકો છો. મધના ઘણા ફાયદાઓ છે. ષધીય ગુણોથી ભરપૂર મધનો ઉપયોગ દાદીના સમયથી ત્વચા માટે પણ કરવામાં આવે છે. જો તમે મધમાં કેટલીક પ્રાકૃતિક વસ્તુઓ મિક્સ કરો છો તો તમારી ત્વચાને ઘણા ફાયદાઓ થઈ શકે છે. આવો જાણીએ કે મધની મદદથી ફેસ પેક કેવી રીતે બનાવી શકાય.

મધ અને દૂધ
બે ચમચી મધ અને બે ચમચી દૂધ મિક્સ કરી શકો છો. તમે લગભગ 15 મિનિટ પછી તમારો ચહેરો ધોઈ શકો છો. મધ અને દૂધનું મિશ્રણ તમારી ત્વચા પર ક્લીંઝરનું કામ કરશે.

મધ અને ગુલાબજળ
એક ચમચી મધમાં બે ચમચી ગુલાબજળ મિક્સ કરો. અંદાજે 15 મિનિટ સુધી ચહેરા પર લગાવવાથી ત્વચા સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ શકે છે. તમારી ત્વચાના રંગને સુધારવામાં અસરકારક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો: કાઠિયાવાડી ટેસ્ટમાં બનાવો ભરેલા લસણીયા કંટોલા, આંગળા ચાટતા રહી જાવ એવી રેસીપી

મધ અને દહીં
એક ચમચી મધમાં દહીં મિક્સ કરો. હવે આ પેસ્ટને તમારા ચહેરા પર લગભગ 20 મિનિટ સુધી લગાવી ને રાખો. પછી ચહેરો ધોઈ લો. ત્વચાની શુષ્કતા દૂર કરવા સાથે, મધ અને દહીંથી બનેલો આ ફેસ પેક તમારી ત્વચાની ખોવાયેલી ચમક પાછી લાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

મધ અને કેળું
મધ અને કેળું લો અને બંનેને સારી રીતે મિક્સ કરી દો. આ પેસ્ટ બનાવીને તમારા ચહેરા પર ગ 20 મિનિટ સુધી લગાવીને રાખો અને ત્યારબાદ તેનેધોઈ લો. આ મિશ્રણની મદદથી તમે પિમ્પલ્સથી પણ છુટકારો મેળવી શકો છો.

(કોઈપણ ફેસ પેક લગાવતા પહેલા, તમારે ડોક્ટરની સલાહ ચોક્કસ લેવી)