September 17, 2024

મનુ ભાકરે ઓલિમ્પિકમાં દેશ માટે મેડલ જીત્યા બાદ તેના કોચે કર્યો આ ખુલાસો

Paris Olympics 2024: ફ્રાન્સની રાજધાની પેરિસમાં રમાઈ રહેલા ઓલિમ્પિક 2024ના બીજા દિવસે ભારતે પહેલો મેડલ જીત્યો હતો. ભારત માટે આ મેડલ મનુ ભાકરે જીત્યો છે. ભારતને મનુ ભાકર પાસે ખુબ અપેક્ષાઓ હતી. આખરે મનુ ભાકર તેમની અપેક્ષાઓ ઉપર ખરી ઉતરી હતી અને 12 વર્ષ પછી મેડલ જીતી લાવી હતી. મનુ ભાકેરે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ જીતની સાથે શૂટિંગમાં મેડલ જીતનારી ભારતની પ્રથમ મહિલા ખેલાડી બની ગઈ છે. ઓલિમ્પિકમાં મેડલ જીત્યા બાદ જસપાલ ગુરુ રાણાએ મેડલ જીતવામાં મનુની સફળતા પર મોટું નિવેદન આપ્યું છે.

મનુના કોચે તેના મેડલ વિશે શું કહ્યું?
એક મીડિયા સાથેની વાતમાં મનુના કોચ જસપાલ ગુરુ રાણાએ કહ્યું કે, મનુ સૌથી મહેનતુ એથ્લેટ્સમાંથી એક છે. જે તેણે જોયું છે. માત્ર શૂટિંગમાં જ નહીં પરંતુ અન્ય દરેક બાબતમાં તેણે ઘણી મહેનત કરી છે. તેને તાજેતરના ભૂતકાળમાં ઘણી ઈજાઓ થઈ હતી, પરંતુ તેની સખત મહેનતને કારણે તેણે ફરી વાપસી કરી છે. તેમની સાથે કામ કરીને ખૂબ જ ખુશ છે અને તેણે મેડલ જીત્યો તે ગર્વની વાત છે. મનુના કોચે કહ્યું કે તેઓ આ મેડલથી ખુશ છે.

આ પણ વાંચો: Olympics 2024: કોણ છે મનુ ભાકર? જાણો તેમની સંઘર્ષભરી સફર…

શૂટિંગમાં ભારતનો મેડલ વિજેતા

1. રાજ્યવર્ધન સિંહ રાઠોડ

સિલ્વર મેડલ: એથેન્સ (2004)

2. અભિનવ બિન્દ્રા

ગોલ્ડ મેડલ, બેઇજિંગ ઓલિમ્પિક્સ (2008)

3. ગગન નારંગ

બ્રોન્ઝ મેડલ: લંડન ઓલિમ્પિક્સ (2012)

4. વિજય કુમાર

સિલ્વર મેડલ: લંડન ઓલિમ્પિક્સ (2012)

5. મનુ ભાકર
બ્રોન્ઝ મેડલ: પેરિસ ઓલિમ્પિક્સ (2024)