November 23, 2024

બાંગ્લાદેશ ભારત સામેની પ્રથમ T20માં શા માટે હારી ગયું?

IND vs BAN 1st T20: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની T20 સિરીઝની પહેલી મેચ રમાઈ હતી. આ મેચનું આયોજન ગ્વાલિયરના શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં કરવામાં આવ્યું હતું.  ભારત સામે રમાયેલી પ્રથમ T20 મેચમાં બાંગ્લાદેશની ટીમની હાર થઈ હતી. આ હાર બાદ બાંગ્લાદેશના કેપ્ટન નજમુલ હુસૈન શાંતોએ ટીમમાં બેટિંગની કમીનો સ્વીકાર કર્યો હતો. મેચ બાદ જણાવ્યું કે કંઈ ભૂલના કારણે હારનો સામનો કરવો પડ્યો હતો.

પ્રથમ બેટિંગ કરવાનો મોકો
રવિવારે રમાયેલી આ મેચમાં બાંગ્લાદેશની ટીમને પહેલા બેટિંગ કરવાનો મોકો મળ્યો હતો. કેપ્ટન નજમુલ હુસૈન શાંતોએ કહ્યું કે ટીમનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું ના હતું. બાંગ્લાદેશી બેટ્સમેનોએ પાવરપ્લેની છ ઓવરમાં માત્ર 39 રન બનાવ્યા હતા. મેચ જ્યારે શરૂ થઈ ત્યારે બેટ્સમેનો મોટા શોટ ફટકારવામાં નિષ્ફળ રહ્યા હતા. આ પછી ટીમ હાર તરફ જતી હોય તેવું જોવા મળ્યું.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ 2024 માટે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની જાહેરાત

ભારતની આક્રમક બેટિંગના કારણે
કેપ્ટન નજમુલ હુસૈન શાંતોએ કહ્યું કે ભારતની યુવા ટીમે ઝડપી શરૂઆત જોવા મળી હતી. ભારતીય બેટ્સમેનો બાંગ્લાદેશી બોલરો પર ભારે પડ્યા હતા. જેના કારણે બાંગ્લાદેશના બોલરો દબાણમાં આવી ગયા હતા. આગામી મેચમાં જીત માટે પુનરાગમન કરવાની તક રહેશે.