November 22, 2024

ગિલ અને પંતની સામે બાંગ્લાદેશના બોલરો હાંફી ગયા

Rishabh Pant-Shubman Gill: ભારતે ચેન્નાઈ ટેસ્ટ પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે. ત્રીજા દિવસે લંચ સુધી ટીમ ઈન્ડિયાનો સ્કોર 3 વિકેટે 205 રન છે. ટીમ ઈન્ડિયા તરફથી ગિલ અને પંતનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. શુભમન ગિલે 137 બોલમાં 86 રન અને રિષભ પંત 108 બોલમાં 82 રન બનાવીને ક્રિઝ પર છે. બંને ખેલાડીઓ વચ્ચે 138 રનની ભાગીદારી થઈ છે. આ સાથે જ ભારતીય ટીમની લીડ વધીને 432 રન થઈ ગઈ છે.

પચાસ રનનો આંકડો પાર
ભારતીય ટીમે બીજા દિવસની શરૂઆત 3 વિકેટે 81 રનથી કરી હતી. બંનેએ મળીને સરળતાથી રન બનાવવામાં સફળ રહ્યા હતા. બાંગ્લાદેશી બોલરો સામે જોરદાર રમ્યા હતા. પંતે તેની ટેસ્ટ કારકિર્દીમાં 11મી વખત પચાસ રનનો આંકડો પાર કર્યો હતો. શુભમન ગિલે તેની ટેસ્ટ કારકિર્દીમાં છઠ્ઠી વખત અડધી સદીની ઇનિંગ રમી હતી. આ પહેલા જે મેચ હતી તેમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન કંઈ ખાસ જોવા મળ્યું ના હતું.

આ પણ વાંચો: અશ્વિન અને જાડેજાએ તોડ્યો 24 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ

બાંગ્લાદેશની ટીમને પરસેવો
રોહિત શર્મા 5 રન બનાવીને વોકઆઉટ, વિરાટ કોહલી 17 રન બનાવીને મેહદી હસન મિરાજના બોલ પર પેવેલિયન પરત ફર્યો હતો. આ સમયે ટીમ ઈન્ડિયાનો સ્કોર 3 વિકેટે 67 રન હતો. આ પછી ગિલ અને પંતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેમાં બાંગ્લાદેશની ટીમને પરસેવો વળી ગયો હતો.