October 5, 2024

IND vs BAN: ટીમ ઈન્ડિયા આ શહેરમાં 14 વર્ષ પછી રમશે મેચ

IND vs BAN, 1st T20I: ટેસ્ટ સિરીઝ પછી હવે ભારત અને બાંગ્લાદેશ હવે 3 મેચની T20I સિરીઝ એકબીજાનો સામનો કરવા માટે તૈયાર છે. આ સિરીઝ ગ્વાલિયરમાં 6 ઓક્ટોબરથી શરૂ થવાની છે. આ મેચનું આયોજન ગ્વાલિયરના નવા સ્ટેડિયમ શ્રીમંત માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં કરવામાં આવશે. ગ્વાલિયરમાં 14 વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થવાની છે. તમને જણાવી દઈએ અહિંયા છેલ્લી મેચ વર્ષ 2010માં રમાઈ હતી. જેમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો થયો હતો. તે ODI મેચમાં સચિન તેંડુલકરે બેવડી સદી ફટકારીને નવો ઈતિહાસ રચી દીધો હતો. 50 ઓવરના ફોર્મેટમાં બેવડી સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો હતો. હવે ફરી આટલા વર્ષ પછી મેચ રમાવાની છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું આયોજન
14 વર્ષ પહેલા ગ્વાલિયરમાં રમાયેલી મેચ કેપ્ટન રૂપ સિંહ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ સ્ટેડિયમમાં પહેલી વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું આયોજન થવાનું છે. તમને જણાવી દઈએ કે કે ભારતમાં ગ્વાલિયર એકમાત્ર એવું સ્થળ છે. જે જગ્યાએ યજમાન ટીમે સતત બે દિવસ સુધી મેચ રમી છે. ભારતે 4 અને 5 માર્ચ 1993ના રોજ બે ODI મેચમાં ઈંગ્લેન્ડની યજમાની કરી હતી.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા પ્રથમ મેચ હારી, સેમીફાઈનલમાંથી બહાર થવાનો ખતરો

બંને ટીમોની ટીમો

ભારત: હાર્દિક પંડ્યા, રિયાન પરાગ, નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર,સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટમેન), રિંકુ સિંહ, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી, જિતેશ શર્મા (વિકેટમેન), અર્શદીપ. સિંહ, હર્ષિત રાણા, મયંક યાદવ.

બાંગ્લાદેશ: તૌહીદ હૃદયોય, મહમૂદ ઉલ્લાહ, લિટન કુમેર દાસ, જાકર અલી અનીક, મેહદી હસન મિરાજ, નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), તન્ઝીદ હસન તમીમ, પરવેઝ હુસૈન અમોન, શાક મહેદી હસન, રિશાદ હુસૈન, મુસ્તફિઝુર રહેમાન, તસ્કીન ઈસ્લામ, શોરી અહેમદ. , તનઝીમ હસન સાકિબ, રકીબુલ હસન.