June 30, 2024

IND vs PAK: આ 3 પાકિસ્તાની ખેલાડી ભારતની જીતમાં બની શકે છે અડચણ

IND vs PAK:  T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણી શાનદાર મેચો રમાઈ છે. આજે ફરી એક વખત આ મુકાબલો થવાનો છે. બંને ટીમ ન્યુયોર્કની ધરતીને ગજવવા તૈયાર છે. એ વાત અહિંયા મહત્વની છે કે જ્યારે જ્યારે આ બંને ટીમ આમને-સામને આવી છે ત્યારે હાઈ વોલ્ટેજ મેચ જોવા મળે છે. ત્યારે આજની મેચમાં પણ એવું જ જોવા મળી શકે છે. પરંતુ આ મેચમાં 3 એવા પાકિસ્તાની ખેલાડી છે કે જે ભારતની જીતમાં અડચણ બની શકે છે. આવો જાણીએ કે એ 3 ખેલાડી કોણ છે.

મોહમ્મદ રિઝવાન
મેચ જીતનારા ખેલાડીઓની વાત કરીએ તો રિઝવાનનું નામ આવે છે. તેની પાસે ઝડપથી રન બનાવવાની ક્ષમતા છે. તમને જણાવી દઈએ કે રિઝવાને ભારત સામે ચાર ટી20 મેચ રમી છે અને આ દરમિયાન તેણે બે વખત અડધી સદી ફટકારી છે.

શાહીન આફ્રિદી
છેલ્લા ત્રણ વર્ષમાં એ કહેવું વાજબી રહેશે કે એક એવો બોલર કે જેણે સતત બોલિંગમાં સારૂ પ્રદર્શન કર્યું છે. ભારત સામે બે T20 મેચ રમી છે અને ત્રણ વિકેટ લીધી છે. તેનું પ્રદર્શન જોઈને કહી શકાય કે તે ભારતની ટીમ માટે ખતરો બની શકે છે.

આ પણ વાંચો: પાકિસ્તાન માટે રાહતના સમાચાર, આ ખેલાડી ભારત સામેની મેચ માટે ફિટ

ઇમાદ વસીમ
પાકિસ્તાનનો ઓલરાઉન્ડર ઈમાદ વસીમ સાઇડ સ્ટ્રેનની ઈજામાંથી સાજો થઈ ગયો છે. જેના કારણે આજની મેચમાં તે જોરદાર પ્રદર્શન કરી શકે છે. ભારતીય ટીમ માટે ઇમાદ વસીમમુસીબતનું કારણ બની શકે છે. એક પ્રેસ કોન્ફરન્સમાં ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઈરફાન પઠાણે પણ આ ખેલાડીને લઈને ચિંતા વ્યક્ત કરી હતી અને ભારતને ચેતવણી આપી હતી.