October 7, 2024

પાકિસ્તાનને હરાવીને ભારતે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

India Women vs Pakistan Women: મહિલા T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમે પાકિસ્તાન સામે જીત પ્રાપ્ત કરી લીધી છે. ટીમ ઈન્ડિયાને તેની પ્રથમ મેચમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. હવે પાકિસ્તાનની સામે જીત મળી હતી. પાકિસ્તાનની સામે ટીમ ઈન્ડિયાના બોલરો અને બેટ્સમેનો બંનેનું પ્રદર્શન શાનદાર જોવા મળ્યું હતું.

ભારતીય મહિલા ટીમે આ રેકોર્ડ બનાવ્યો
મહિલા T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાની ટીમની સામે ભારતીય ટીમની આ છઠ્ઠી જીત છે. અત્યાર સુધીમાં બંને ટીમ વચ્ચે 8 મેચ રમાઈ હતી. જેમાં 2 મેચ એવી હતી જેમાં પાકિસ્તાનની જીત થઈ હતી. ટીમ ઈન્ડિયા એક માત્ર ટીમ એવી છે કે જે મહિલા T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે 6 મેચમાં વિજય મેળવ્યો હતો. તમને જણાવી દઈએ કે મહિલા ટી20 વર્લ્ડ કપમાં આજ સુધી કોઈ ટીમ પાકિસ્તાન સામે આટલી મેચ જીતી શકી નથી. મહિલા T20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાન સામે પાંચ મેચમાં વિજય પ્રાપ્ત કર્યો છે. હવે ટીમ ઈન્ડિયા આગળ નીકળી ગઈ છે.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ 2024 માટે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની જાહેરાત

મહિલા T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે સૌથી વધુ મેચ જીતનાર ટીમ

  • ન્યુઝીલેન્ડ: 3 મેચમાં 3 જીત
  • દક્ષિણ આફ્રિકા: 3 મેચમાં 3 જીત
  • ભારત: 8 મેચમાં 6 જીત
  • ઈંગ્લેન્ડઃ 5 મેચમાં 5 જીત
  • ઓસ્ટ્રેલિયા: 3 મેચમાં 3 જીત

શેફાલી વર્માએ સૌથી વધુ રન બનાવ્યા
ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ જોવા મળી હતી. સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના માત્ર 7 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.હરમનપ્રીત કૌર (29 રન), શેફાલી વર્મા (32 રન), જેમિમાહ રોડ્રિગ્ઝ (23 રન) એ ટૂંકી પરંતુ શાનદાર ઇનિંગ્સ રમતા જોવા મળી હતી. કેપ્ટન હરમનપ્રીતને મેદાનમાં ઈજા થઈ હતી. જેના કારણે તે પેવેલિયન પરત ફરી હતી.