September 15, 2024

ભારત બનાવશે રશિયાનું ‘બ્રહ્માસ્ત્ર’? PM મોદીની મોસ્કો મુલાકાત દરમિયાન મળ્યો હતો પ્રસ્તાવ

India Russia Defense Cooperation: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રશિયા પ્રવાસ દરમિયાન રશિયન સરકારે ભારતને એક શાનદાર ઓફર કરી હતી. પ્રસ્તાવ એવો હતો કે રશિયા અને ભારત સંયુક્ત રીતે S-500 એર ડિફેન્સ સિસ્ટમનું ઉત્પાદન કરે. આ પહેલા પણ રશિયા અને ભારત સંયુક્ત રીતે બ્રહ્મોસ, મિગ જેવા અનેક હથિયારોનું ઉત્પાદન કરી ચૂક્યા છે. અથવા તો ભારત લાઇસન્સ લઈને હથિયારોનું નિર્માણ કરી ચૂક્યું છે.

S-500 રશિયાની સૌથી આધુનિક એર ડિફેન્સ સિસ્ટમ છે. જો તેનું ઉત્પાદન ભારતમાં શરૂ થશે તો તેનાથી દેશના સંરક્ષણ ઉદ્યોગમાં વધારો થશે. આ ઉપરાંત સુરક્ષાનું સ્તર પણ વધશે. ભારત જોડે રશિયા પાસેથી ખરીદેલી S-400 એર ડિફેન્સ સિસ્ટમની ત્રણ બેટરી છે. વધુ બે બેટરીઓ આવવાની છે. એવામાં, જો S-500 એર ડિફેન્સ સિસ્ટમનું ભારતમાં જ ઉત્પાદન કરવામાં આવે છે, તો ઘણા વ્યૂહાત્મક અને આર્થિક લાભ થશે.

આવો જાણીએ રશિયાના આ નવા બ્રહ્માસ્ત્ર વિષે….
S-500 મિસાઈલ સિસ્ટમ કોઈપણ સ્ટીલ્થ ફાઈટર જેટ, હાઈપરસોનિક મિસાઈલ અને અવકાશમાં હાજર કોઈપણ સેટેલાઈટને ખતમ કરી શકે છે. આ સુરક્ષા કવચની સાથે ઘાતક હુમલો કરનાર હથિયાર પણ છે. તેનું પૂરું નામ S-500 Prometey છે. પ્રોમેટ એટલે પ્રોમિથિયસ. પ્રોમિથિયસ ગ્રીસનો પ્રાચીન અગ્નિ દેવ હતો.

S-500 લાંબા અંતરની એન્ટી એરક્રાફ્ટ મિસાઈલ અને મિસાઈલ ડિફેન્સ સિસ્ટમથી સજ્જ છે. આ સિસ્ટમ સરળતાથી ગમે ત્યાં તૈનાત કરી શકાય છે. સિસ્ટમની ટાર્ગેટ રેન્જ 600 કિમી છે. તે 800 કિમી દૂરથી પોતાના ટાર્ગેટને ઓળખી શકે છે. આ સિસ્ટમ એક સાથે 10 જુદા જુદા પ્રકારના ટાર્ગેટને હિટ કરી શકે છે.

225 હજાર km/hrથી વધુની ઝડપે કરે છે હુમલો
આ એર સિફેન્સ સિસ્ટમમાં લગાવવામાં આવેલી મિસાઇલો 25,200 કિમી પ્રતિ કલાકની ઝડપે ટાર્ગેટ પર હુમલો કરે છે. એટલે કે આ સિસ્ટમ 12 હજાર કિમી/કલાક કે તેથી વધુની ઝડપે આવતા હાયપરસોનિક હથિયારોને પણ તોડી પાડી શકે છે. તેમાં લગાવવામાં આવેલ મિસાઈલ ટાર્ગેટ તરફ જતી વખતે પોતાની દિશા બદલી શકે છે.