October 6, 2024

ICCમાં થઈ શકે છે જય શાહની એન્ટ્રી, મોટા પદ માટે સસ્પેન્સ

Jay Shah: આઈસીસી (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ની વાર્ષિક કોન્ફરન્સ આ મહિનાના અંતમાં કોલંબોમાં યોજાશે. આ વખતે વાર્ષિક સંમેલનમાં આ વખતે હવે પ્રમુખ પદ માટે ચૂંટણી નહીં થાય. તારીખ 19 થી 22 જુલાઇ દરમિયાન યોજાનારી વાર્ષિક કોન્ફરન્સમાં ત્રણ એસોસિએટ મેમ્બર ડિરેક્ટરની પસંદગી કરવામાં આવશે. જેમાં હવે જય શાહની એન્ટ્રી થઈ શકે એમ છે. જેના માટે 11 દાવેદારો આગળ આવ્યા છે. ICCના વડા એટલે કે અધ્યક્ષની ચૂંટણી નવેમ્બરમાં યોજાશે.
જય શાહ દાવો કરી શકે
માનવામાં આવે છે કે, જય શાહ આ પદ માટે પોતાનો દાવો દાખવી શકે છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો જય શાહ આ પદ માટે બિનહરીફ ચૂંટાઈ શકે છે. આ પોસ્ટ હાલમાં ન્યુઝીલેન્ડના ગ્રેગ બાર્કલે પાસે છે. ગ્રેગ બાર્કલે બીસીસીઆઈ સેક્રેટરીના સમર્થનથી જ આ પદ સંભાળ્યું છે. આવી સ્થિતિમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે, જો જય શાહ આ પદ માટે ચૂંટણી લડે છે, તો ગ્રેગ બાર્કલે પોતાનો દાવો દાખવશે નહીં. આંતરરાષ્ટ્રીય મીડિયામાં એવી ચર્ચા ચાલી રહી છે કે, શાહ ICC અને વિશ્વ ક્રિકેટનો કબજો સંભાળશે. એવા અહેવાલો પણ બહાર આવી રહ્યા છે કે, જય શાહ ICCનું મુખ્યાલય દુબઈથી મુંબઈ શિફ્ટ કરવા માંગે છે. પરંતુ નવીનતમ અહેવાલો આનું ખંડન કરે છે અને કહે છે કે શાહના એજન્ડામાં આવું કંઈ નથી. તે આઈસીસીની અંદર કેટલાક વધુ સારા ફેરફારો લાવવા આતુર છે.
સુધારો થઈ શકે
ICCએ અધ્યક્ષની ચૂંટણી પહેલા આ પદના કાર્યકાળમાં સુધારો કર્યો છે. તે હાલની ત્રણ ટર્મમાંથી બદલીને ત્રણ વર્ષની બે ટર્મ કરવામાં આવી છે. એટલે કે, જો જય શાહ આ પદ માટે ચૂંટાય છે, તો તેઓ આઈસીસી અધ્યક્ષ તરીકે 3 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે. આ પછી, બીસીસીઆઈના બંધારણ મુજબ, તે 2028 માં બીસીસીઆઈના અધ્યક્ષ બનવા માટે પાત્ર બનશે. કોલંબોમાં યોજાનારી આઈસીસીની વાર્ષિક કોન્ફરન્સમાં એસોસિયેટ મેમ્બર ડિરેક્ટરની ચૂંટણી યોજાશે. ICC બોર્ડ ઓફ ડિરેક્ટર્સની આ 3 પોસ્ટ માટે 11 દાવેદાર છે. આમાં ચૂંટાયેલા દરેક ડિરેક્ટરનો કાર્યકાળ 2 વર્ષનો રહેશે. ઓમાનના વર્તમાન ડિરેક્ટર પંકજ ખીમજી, સિંગાપોરના ઈમરાન ખ્વાજા અને બર્મુડાના નીલ સ્પાઈટનો પણ આ ચૂંટણીમાં સમાવેશ કરવામાં આવશે. જ્યારે અન્ય 8 દાવેદારોમાં કોસ્ટા રિકાના સેમ આર્થર, નામિબિયાના ડો. રૂડી વાન વ્યુરેન, સિએરા લિયોનના શંકર રેંગાનાથન, યુએઈના મુબાશિર ઉસ્માની, ફ્રાન્સના ગુરુમૂર્તિ પલાની, મલેશિયાના મહિંદા વલ્લીપુરમ, રવાંડાના સ્ટીફન મુસેલે અને સિંગપના મહમૂદ ગઝનવીનો સમાવેશ થાય છે.