July 1, 2024

Robo Dogs: ચીનને હંફાવવા ભારતીય સેનામાં સામેલ થશે હાઈટેક રોબો ડોગ

Robo Dogs: ચીને તાજેતરમાં કંબોડિયા સાથે કરેલ સૈન્ય અભ્યાસમાં મશીનગનની સાથે સાથે રોબો ડોગનું પણ પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ અમેરિકન કોંગ્રેસે તેણે લઈને ચિંતા પણ વ્યક્ત કરી હતી અને આ રોબો ડોગ યુદ્ધમાં શું અસર ઊભી કરી શકે છે તેની સમીક્ષા કરવાની અનુમતિ આપી દીધી હતી. તો, ભારતીય સેના પણ રોબો ડોગ્સને લઈને ખૂબ જ ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે. ભારતીય સેના પણ ટૂંક સમયમાં રોબોટિક ડોગ મ્યૂલ એટલે કે મળતી યુટિલિટી લેગ્સ ઇક્વિપમેન્ટ (MULE)ને સેનામાં સામેલ કરી શકે છે. આ રોબોટિક ડોગ મ્યૂલ ને હાલતો સર્વેલન્સ અને હળવો વજન ઉઠાવવા માટે તૈનાત કરવામાં આવી શકે છે. વધુમાં, રોબો ડોગ્સને LAC પર તૈનાત કરવામાં આવી શકે છે.

આતંકીઓ સામે લડાઈમાં કારગર

ભારતીય સેના લાંબા સમયથી આર્મી ટેકનોલોજીમાં નવી ટેકનોલોજી અપનાવી રહી છે. ગત વર્ષે જમ્મુમાં યોજાયેલ નોર્થ ટેક સિમ્પોઝિયમ 2023માં ખાસ ભારતીય સેના માટે બનાવવામાં આવેલ રોબોટિક ડોગની ખૂબ જ ચર્ચા થઈ હતી, જેને યુદ્ધ અને સર્વેલન્સ ઓપરેશન્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યા હતા. આ મ્યૂલ ન માત્ર બરફ અને પહાડોમાં ચાલી શકે છે પરંતુ તે સાંકડા રસ્તાઓ અને અંધારામાં પણ જઈ શકે છે, જ્યાં આતંકીઓ અથવા દુશ્મનો છૂપાયેલા હોઇ શકે છે. આ રોબો ડોગ્સ આતંકીઓ સાથે ‘ફર્સ્ટ કોન્ટેક્ટ’ માટે ખૂબ જ મહત્વના સાબિત થઈ શકે છે, જ્યાં તે તો ખબર હોય કે દુશ્મનો છૂપાયેલા છે પરંતુ તેમનું ચોક્કસ લોકેશનનો અંદાજ ન હોય. એવામાં આ મ્યૂલ પોતાની 360 ડિગ્રી કેમેરાની મદદથી આતંકીઓની ચોક્કસ લોકેશનની માહિતી મેળવીને ફાયરિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને દુશ્મનોને ખતમ કરી શકે છે.

ગત વર્ષે કરાઇ હતી તાત્કાલિક ખરીદી

સેના સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે ગત વર્ષે સપ્ટેમ્બરમાં ઇમરજન્સી ખરીદી માટે 100 રોબો ડોગ્સનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. તો, તેમાંથી 25 મ્યૂલ ને સેનાને સોંપવા માટે નિરીક્ષણ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ રોબો ડોગ્સ મ્યૂલ ને ટૂંક સમયમાં સેનામાં સામેલ કરવાની આશા છે. સૂત્રોએ જણાવ્યું છે કે કેમ કે આ ઇમરજન્સી ખરીદી છે જેના હેઠળ 300 કરોડ રૂપિયા સુધીના જ કોન્ટ્રાક્ટ આપવામાં આવી શકે છે. જો, આ રોબો ડોગ્સ સારો દેખાવ કરે છે તો ટૂંક સમયમાં સેના તેની મોટી ખરીદી કરવા માટે પણ રિક્વેસ્ટ ઓફર પ્રપોઝલ મૂકી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આર્કવેન્ચર આ મ્યૂલ ની સપ્લાય કરશે. આ કંપની ઘોસ્ટ રોબોટિક્સના લાયસન્સ હેઠળ આ રોબો ડોગ્સ બનાવશે.

સર્વેલન્સ માટે થર્મલ કેમેરા અને સેન્સર

સૂત્રોએ જણાવ્યું છે કે આ રોગો ડોગ્સમાં સર્વેલન્સ માટે થર્મલ કેમેરા અને અન્ય સેન્સર લાગેલા હશે. સાથે જ, તેમાં એવા નાના હથિયારો પણ લગાવી શકાય છે. આ ઉપરાંત તેનો ઉપયોગ જવાનો સુધી નાનો-મોટો સમાન પહોંચાડવા માટે પણ કરવામાં આવી શકે છે. આ પહેલા ભારતે પણ 12 માર્ચના રોજ રાજસ્થાનના પોખરણમાં થયેલ યુદ્ધાભ્યાસમાં રોબોટિક ડોગ મ્યૂલ નું પ્રદર્શન કર્યું હતું. તો, મે મહિનામાં આગરા ખાતે શત્રુજીત બ્રિગેડે આવા જ એક રોબોટિક ડોગ મ્યૂલ ની ખાસિયતો શેર કરી હતી.

10 કિમી સુધીના ડિસ્ટન્સથી કરી શકાય છે કંટ્રોલ

આ વર્ષે 12 માર્ચે, ભારતીય સેનાએ પોખરણમાં આયોજિત ભારત શક્તિ સૈન્ય યુદ્ધાભ્યાસમાં આવા જ એક મ્યૂલ (મલ્ટી-યુટિલિટી લેગ્ડ ઇક્વિપમેન્ટ)નું પ્રદર્શન કર્યું હતું. થર્મલ કેમેરા અને રડારથી સજ્જ આ મ્યૂલ ઉબડખાબડ જમીન, 18 સેમી ઉંચી સીડીઓ અને 45 ડિગ્રી પર્વતીય પ્રદેશ પર સરળતાથી ચઢી શકે છે. આ રોબો ડોગ મ્યૂલને ચાર પગ છે અને તેનું વજન લગભગ 51 કિલો છે અને લંબાઈ લગભગ 27 ઇંચ છે. તે 3.15 કલાક સુધી સતત ચાલી શકે છે. માત્ર એક કલાકમાં રિચાર્જ કરવાથી તે દસ કલાક સુધી સતત કામ કરી શકે છે. તેની પેલોડ ક્ષમતા 10 કિગ્રા છે, તેમાં થર્મલ કેમેરા અને રડાર જેવા ઘણા સાધનો લગાવી શકાય છે. તેનો ઉપયોગ Wi-Fi અથવા લોંગ ટર્મ ઈવોલ્યુશન એટલે કે LTE પર પણ થઈ શકે છે. ટૂંકા અંતર માટે, Wi-Fi નો ઉપયોગ કરી શકાય છે, જ્યારે 10 કિમી સુધીના અંતર માટે 4G/LTE નો ઉપયોગ કરી શકાય છે. મ્યૂલ એક એનાલોગ-ફેસ મશીન છે જે રિમોટ કંટ્રોલ દ્વારા નિયંત્રિત કરી શકાય છે. તેમાં એક ઇન્ટિગ્રેટેડ ફાયરિંગ પ્લેટફોર્મ પણ છે.