IPLમાં અમ્પાયરોને કેટલો પગાર મળે છે?

IPL Umpire Salary Per Match: આઈપીએલ શરું થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. લોકો આ IPL 2025ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમને ચોક્કસ સવાલ થતો હશે કે આ લીગમાં ખેલાડીઓ કરોડો રુપિયા કમાય લે છે. તો અમ્પાયરને અમ્પાયરિંગ માટે કેટલા પૈસા મળે છે? તમારા આ સવાલનો જવાબ જાણો.
આ પણ વાંચો: IPL 2025: શું હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન નહીં બને?
IPL અમ્પાયરોને કેટલો પગાર મળે છે?
IPLમાં બધા અમ્પાયરોનો પગાર બરાબર મળતો નથી. મેચ કેવા પ્રકારની છે તેના પર તેમનો પગાર નક્કી થાય છે. નવાથી લઈને જૂના અમ્પાયરોના પગારમાં મોટો તફાવત હોય છે. અનિલ ચૌધરી છે તેમણે 100થી વધુ મેચમાં અમ્પાયરિંગ કરી છે. એક માહિતી પ્રમાણે તેમને દરેક મેચમાં 1,98,000 રૂપિયાનો પગાર આપવામાં આવે છે. અનિલ ચૌધરીની સાથે સાથેનીતિન મેનન, બ્રુસ ઓક્સનફોર્ડ સહિત ઘણા અમ્પાયરોને 1.98 લાખ રૂપિયા મળે છે. ઓછા અનુભવી અમ્પાયરોને દરેક મેચ માટે 59,000 રૂપિયા આપવામાં આવે છે. જેમાં વીરેન્દ્ર શર્માનું નામ આવે છે.