IPL 2025: આ બોલર પર્પલ કેપની રેસમાં આગળ, આ ખેલાડી ઓરેન્જ કેપની રેસમાં મોખરે

IPL 2025: આઈપીએલમાં ગઈકાલે 2 મેચ રમાઈ હતી. આજે પણ 2 મેચ છે. ગુજરાતે દિલ્હી સામેની મેચમાં જીત પ્રાપ્ત કરી લીધી હતી. બીજી મેચમાં રાજસ્થાનની ટીમને લખનૌ સામે હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. આ બે મેચ પછી, પર્પલ કેપ પર નૂર અહેમદનું શાસન પણ સમાપ્ત થઈ ગયું છે. દિલ્હી સામે ચાર વિકેટ લઈને પ્રસિદ્ધ કૃષ્ણાએ પર્પલ કેપ જીતી લીધી છે. 7 મેચમાં 14 વિકેટ છે. તે જ સમયે, કુલદીપ 12 વિકેટ સાથે બીજા સ્થાને છે.

આ પણ વાંચો: ગરમીને લઈ સુરત ટ્રાફિક વિભાગનો મહત્વનો નિર્ણય, શહેરના 213 સિગ્નલ બપોરે રખાશે બંધ

આ ખેલાડીઓનું ઓરેન્જ કેપ પર પ્રભુત્વ
નિકોલસ પૂરન હજુ પણ ઓરેન્જ કેપ પર પ્રભુત્વ છે. તેણે અત્યાર સુધીમાં 8 મેચમાં પૂરણે 368 રન બનાવ્યા છે. ગુજરાતના ખેલાડી સાઇ સુદર્શન તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. સુદર્શને 7 મેચમાં 365 રન બનાવ્યા છે તે પૂરણથી માત્ર ત્રણ રન પાછળ છે. હવે આ રેસમાં બટલર જોડાઈ ગયો છે. તેણે 7 મેચમાં 315 રન છે. યશસ્વી જયસ્વાલ 307 રન સાથે યાદીમાં ચોથા સ્થાને છે.