IPL 2025નો સૌથી સસ્તો કેપ્ટન બન્યો આ ખેલાડી, ફક્ત મળ્યા આટલા પૈસા

IPL 2025 ની પહેલી મેચ 22 માર્ચે યોજાશે. આ વખતની સિઝનમાં ઘણા કેપ્ટન બદલાયા છે. જેમાં લખનૌ સુપર જાયન્ટ્સની કમાન પંતને સોંપવામાં આવી છે જ્યારે પંજાબ કિંગ્સનું નેતૃત્વ શ્રેયસ ઐયરને અને આરસીબીનું નેતૃત્વ રજત પાટીદાર, દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ અક્ષર પટેલ અને કેકેઆરનું નેતૃત્વ અજિંક્ય રહાણે કરશે. આ તમામ કેપ્ટનમાંથી એક કપ્તાન એવો પણ છે કે જેને કેપ્ટન તરીકે સૌથી ઓછા પૈસા આપવામાં આવ્યા છે. આવો જાણીએ આ કેપ્ટન કોણ છે.
આ પણ વાંચો: ઉચ્ચતર અને માધ્યમિક નવા એડિ.ડાયરેક્ટરને વધારોનો ચાર્જ સોંપવામાં આવ્યો
સૌથી ઓછા પૈસા મેળવનાર કેપ્ટન
અમે જે કપ્તાનની વાત કરી રહ્યા છીએ તે અજિંક્ય રહાણે છે. રહાણેને IPL 2025 મેગા ઓક્શનમાં KKR એ 1.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. IPL 2025 મેગા ઓક્શનમાં KKR એ 1.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તમને જણાવી દઈએ કે સિઝન -18 માં સૌથી ઓછા પૈસા મેળવનાર કેપ્ટન અજિંક્ય રહાણે બનશે. બીજી બાજૂ સૌથી મોંઘા કેપ્ટનની વાત કરવામાં આવે તો રુષભ પંત છે. તેને LSG એ 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.