May 15, 2024

IPL Playoff Scenario: CSKની જીતથી 3 ટીમોને થયું નુકસાન

IPL 2024: ગઈ કાલની મેચમાં CSKની ભવ્ય જીત થઈ હતી. હાલ તમામ ટીમ પ્લેઓફમાં સ્થાન મેળવા માટે મથી રહી છે. મહત્વની વાત તો એ છે કે હજૂ સુધી કોઈપણ ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકી નથી કે કોઈ ટીમ આ રેસમાંથી બહાર થઈ નથી. આ કારણથી આગામી મેચ ખુબ શાનદાર રહેશે તે નક્કી છે. ગઈ કાલની મેચ ખુબ શાનદાર અને રસપ્રદ રહી હતી. જે બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો.

ફરી ટોપ 4માં પરત
CSK ટીમને છેલ્લી 2 મેચમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જેના કારણે તે પોઈન્ટ ટેબલમાં ટોપ 4માંથી બહાર થઈ ગઈ હતી. પરંતુ ગઈ કાલની ભવ્ય જીત બાદ ફરી તે પોઈન્ટ ટેબલમાં 4 સ્થાન પર પહોંચી ગયું હતું. CSK ટીમને 4માં સ્થાન મળતાની સાથે હવે બીજી 3 ટીમને પોતપોતાના સ્થાનથી નીચે જવું પડ્યું છે. હાલમાં કુલ 5 ટીમોના સમાન 10 પોઈન્ટ છે. જેના કારણે આગળની મેચમાં જોરદાર મેચના મુકાબલો જોવા મળશે.

આ પણ વાંચો: IPLમાં 35 વર્ષીય બોલરે બનાવ્યો શરમજનક રેકોર્ડ!

પ્લેઓફમાં જવું નિશ્ચિત
રાજસ્થાન રોયલ્સનું પ્લેઓફમાં જવું નિશ્ચિત જોવા મળી રહ્યું છે. કારણ કે તેણે અત્યાર સુધી તેણે 9 મેચમાંથી 8 જીતી છે. જેના કારણે આ ટીમ પ્લેઓફની ખૂબ જ નજીક છે. KKR અને CSK અને સનરાઈઝર્સ હૈદરાબાદ 10-10 પોઈન્ટ સાથે બીજા, ત્રીજા અને ચોથા સ્થાને છે. દિલ્હી કેપિટલ્સ અને એલએસજીએ 10 પોઈન્ટ બનાવ્યા છે. પરંતુ તેઓ ટોપ 4માંથી બહાર છે. આ ટીમો પાંચમા અને છઠ્ઠા સ્થાન પર છે. પંજાબ કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને આરસીબી હાલમાં તેઓ આઠમા, નવમા અને દસમા સ્થાને છે. ગુજરાત ટાઇટન્સના 8 પોઈન્ટ છે. તે જ સમયે, ત્રણ ટીમોના સમાન 6 પોઈન્ટ છે.