May 16, 2024

આજે CSK VS GTની મેચ, ગીલના ખેલાડી ગેમ ચેન્જર બનશે?

ipl 2024: ચેન્નાઈની ટીમ તેના બેટિંગ ક્રમમાં કોઈ ફેરફાર કરે તેવી શક્યતા નથી.મંગળવારે ચેન્નઈ સુપરકિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મેચ રમાવવાની છે. બીજી તરફ ટાઈટન્સે જો મેચ જીતવી હોય તો તેના બેટ્સમેનોએ સારું પ્રદર્શન કરવું પડશે. મુંબઈ સામેની છેલ્લી મેચમાં તેના બેટ્સમેનો સારી શરૂઆતને મોટા સ્કોરમાં ફેરવી શક્યા ન હતા. જોકે, તેના બોલરોએ સારું પ્રદર્શન કર્યું હતું જેના કારણે ટીમ મેચ જીતવામાં સફળ રહી હતી. બીજી તરફ ગુજરાતની ટીમના ખેલાડીઓની ફિલ્ડિંગના પણ વખાણ થઈ રહ્યા છે.

બન્ને ટીમના કેપ્ટન નવા
ખાસ વાત એ છે કે, આ વખતે બન્ને ટીમના કેપ્ટન નવા છે. ઋતુરાજ ગાયકવાડ અને શુભમનગીલ. બન્નેના નેતૃત્વની કસોટી થવાની છે. જોકે, બન્ને ટીમમાં સિનિયર ખેલાડીઓ છે. મેચની સ્ટ્રેટજી શું રહેશે એના પર સમગ્ર મેચની હાર જીત નક્કી થયેલી છે. બન્ને ટીમનું પર્ફોમન્સ શ્રેષ્ઠ છે. જીતના લક્ષ્ય સાથે ટીમ મેદાનમાં ઊતરશે. મહેન્દ્ર સિંહ ધોનીએ IPLની શરૂઆત પહેલા ગાયકવાડને સુકાનીપદ સોંપ્યું હતું. જેમણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે તેમની નેતૃત્વ કુશળતા સારી રીતે દર્શાવી હતી. હાર્દિક પંડ્યાના મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાયા બાદ કપ્તાની સંભાળનાર ગિલે પણ પોતાના ભૂતપૂર્વ કેપ્ટનની સામે આ નવી ભૂમિકામાં બેસ્ટ પર્ફોમ કર્યું અને પોતાની ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.

આ પણ વાંચો:  RCB vs PBKS: કોહલીની સ્ફોટક ઇનિંગ બાદ બેંગ્લોર જીત્યું, 4 વિકેટે વિજય

મેચ સ્ટ્રેટજી શું રહેશે?
મુખ્ય કોચ આશિષ નેહરા, જે વ્યૂહાત્મક કુશળતામાં પારંગત છે અને અનુભવી ડેવિડ મિલર અને કેન વિલિયમસનની હાજરીથી તેમનું કાર્ય આસાન થઈ જાય છે. બીજી તરફ, ગાયકવાડને કરિશ્માઈ ધોનીનો ટેકો મળે છે. ગાયકવાડના નેતૃત્વમાં, ચેન્નાઈમાં પ્રથમ મેચમાં RCBને 6 વિકેટથી હરાવીને તેમના અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી. ચેન્નાઈની છેલ્લી મેચમાં ફાસ્ટ બોલર તુષાર દેશપાંડેએ ઘણા રન આપ્યા હતા. તેણે ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવા માટે સારું પ્રદર્શન કરવું પડશે. કારણ કે શાર્દુલ ઠાકુર અને મુકેશ કુમાર પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવાના પ્રબળ દાવેદાર છે. ચેન્નાઈ માટે સારી વાત એ રહી કે બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહેમાને સારું પ્રદર્શન કર્યું.

આ વાત જાણે છે ગીલ
ચેન્નાઈ તેના બેટિંગ ક્રમમાં કોઈ ફેરફાર કરે તેવી શક્યતા નથી. બીજી તરફ ટાઇટન્સે જો મેચ જીતવી હોય તો તેના બેટ્સમેનોએ સારું પ્રદર્શન કરવું પડશે. મુંબઈ સામેની છેલ્લી મેચમાં તેના બેટ્સમેનો સારી શરૂઆતને મોટા સ્કોરમાં ફેરવી શક્યા ન હતા. જોકે, તેના બોલરોએ સારું પ્રદર્શન કર્યું હતું જેના કારણે ટીમ મેચ જીતવામાં સફળ રહી હતી. જોકે, ગુજરાતની ટીમમાં નાના એવા ફેરફાર થાય તો નવાઈની વાત નથી. કારણ કે, કોચ નહેરા કોઈ એક મેચમાં એક જ અનુભવની ખેલાડીઓને રોટેટ કરે એવા નથી. મેચના બદલતા પાસા અનુસાર તે પોતાની રણનીતિમાં ફેરફાર કરતા રહે છે. જેને શુભમન ગીલ પણ સારી રીતે જાણે છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ: રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે, ડેરીલ મિશેલ, રવિન્દ્ર જાડેજા, સમીર રિઝવી, એમએસ ધોની (વિકેટકીપર), દીપક ચહર, મહેશ તિક્ષાના, મુસ્તફિઝુર રહેમાન, તુષાર દેશપાંડે.

ગુજરાત ટાઇટન્સઃ શુભમન ગિલ (કેપ્ટન), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), સાઈ સુદર્શન, વિજય શંકર, ડેવિડ મિલર, અઝમતુલ્લા ઓમરઝાઈ, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, ઉમેશ યાદવ, સાઈ કિશોર, સ્પેન્સર જોન્સન.