February 12, 2025

દીવમાં કરોડો રૂપિયાની માટી ખનનનો મુદ્દો દેશની સંસદમાં ઉઠ્યો

દીવ-દમણ: દીવ-દમણ સાંસદ ઉમેશ પટેલે લોકસભામાં સવાલ કરી દીવમાં કરોડો રૂપિયાની માટી ખનનનો મુદ્દો ઉઠાવ્યો હતો. આંતરિક પ્રશ્નનાં માધ્યમથી પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રીને સવાલ કર્યો હતો. ઉમેશ પટેલે સવાલ કર્યો કે દીવ એરપોર્ટ તેમજ ફુદમ ગૌશાળા પાસે થયેલ ખનનમાં દીવ પ્રશાસન દ્વારા પરમિશન આપેલી હતી કે? મંત્રાલય દ્વારા લેખિતમાં સાંસદને જવાબ મળ્યો કે ખનન જેવું દીવમાં થયું નથી. સાંસદનો આક્ષેપ છે કે 100-150 કરોડ રૂપિયાનું દીવ પ્રશાસન દ્વારા માટી ચોરીનું કૌભાંડ આચારવામાં આવ્યું છે.

અપક્ષ સાંસદ ઉમેશ પટેલે ભારત સરકારનાં મંત્રીને લેખિતમાં CBI તપાસ કરાવાની માગ કરી છે. દમણ-દીવના અપક્ષ સાંસદ ઉમેશ પટેલે કર્મચારી, પેન્શન અને જાહેર ફરિયાદોની તપાસ કરવા માગ કરી હતી.