IND vs ENG: જસપ્રીત બુમરાહ ઇંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ નહીં રમે?
અમદાવાદ: જસપ્રીત બુમરાહ બ્રેક પર જઈ શકે છે. ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાંથી આરામ આપવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ બુમરાહ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં અત્યાર સુધીનો સૌથી સફળ બેટ્સમેન રહ્યો છે. તેણે ટેસ્ટ શ્રેણીની પ્રથમ 3 મેચમાં 17 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેની બોલિંગ એવરેજ 13.64 રહી છે.
સૌથી સફળ બોલર
ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ રાંચીમાં રમાનાર ચોથી ટેસ્ટમાંથી આરામ આપવામાં આવી શકે છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ 23 ફેબ્રુઆરીથી રાંચીમાં રમાશે. કહેવામાં આવી રહ્યું છે કે બુમરાહ રાંચી ટેસ્ટમાં નહીં રમે. જોકે 5 ટેસ્ટ શ્રેણીની પ્રથમ 3 મેચમાં જસપ્રીત બુમરાહએ જોરદાર પ્રદર્શન કર્યું છે. જો જસપ્રીત બુમરાહ મેચ નહીં રમે તો તેનો ફાયદો ઈંગ્લેન્ડની ટીમ ઉઠાવી શકે છે.
3 ખેલાડીઓને હરાવ્યા
જસપ્રીત બુમરાહે પોતાની જ ટીમના દિગ્ગજ બોલરોને પાછળ છોડયા છે. અશ્વિન લાંબા સમય સુધી નંબર 1 ટેસ્ટ બોલર રહ્યો. હવે અશ્વિન ત્રીજા સ્થાને આવી ગયો છે. કાગિસો રબાડા બીજા સ્થાને અને પેટ કમિન્સ ચોથા સ્થાને હાલ છે. બુમરાહે બધાને ચોંકાવી દીધા છે. હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમમાં તેણે તેની બોલીગથી તબાહી મચાવી હતી. આ અદ્ભુત બોલિંગના આધારે તેને બીજી ટેસ્ટમાં પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો છે. જસપ્રિત બુમરાહની ટેસ્ટ કારકિર્દી અત્યાર સુધી શાનદાર રહી છે. જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા દરેક જગ્યાએ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.
દુનિયાનો નંબર 1 ટેસ્ટ બોલર
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ દુનિયાનો નંબર 1 ટેસ્ટ બોલર બની ગયો છે. આખરે તેને તે મળી ગયું જેનો તે ખરેખર હકદાર હતો. જસપ્રીત બુમરાહ ICC ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1 બોલર બની ગયો છે. જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પહેલા રેન્કિંગમાં ચોથા નંબર પર હતો. પરંતુ છેલ્લી બે ટેસ્ટ મેચમાં બુમરાહે 15 વિકેટ લઈને નંબર 1નું સ્થાન મેળવ્યું હતું. તેણે નંબર 1 બનીને તેણે એક મોટો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ક્રિકેટ ઈતિહાસમાં તે એકમાત્ર એવો બોલર છે જેણે દરેક ફોર્મેટમાં નંબર 1નું સ્થાન મેળવ્યું છે. બુમરાહ ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1 પર પહોંચનાર પ્રથમ ભારતીય ઝડપી બોલર છે.