Jioનો 84 દિવસનો આ છે સૌથી સસ્તો પ્લાન
Reliance jio પાસે તેના કરોડો વપરાશકર્તાઓ માટે ઘણા અલગ અલગ પ્રકારના પ્લાન છે. જો તમે પણ એવો પ્લાન શોધી રહ્યા છો જે સસ્તો પણ હોય અને તમને ઓછો ખર્ચ કરવો પડે તો આજે અમે તમારા માટે એ પ્લાનની માહિતી લઈને આવ્યા છીએ. જોકે બીજા ઘણા પ્લાન છે પરંતુ તે મોંઘા છે. જેના કારણે તમારે સસ્તો પ્લાન કરાવવાનો વિચાર હોય તો આ પ્લાન કરાવી શકો છો.
આ પણ વાંચો: Car Price Hike: નવા વર્ષથી કાર કેમ મોંઘી થઈ રહી છે?
Jio પાસે ઘણા વિકલ્પો છે
જો તમારી પાસે Jioનું સિમ છે તો તમને કંપની ઘણા વિકલ્પ આપી રહી છે. , Jio 56 દિવસ, 70 દિવસ, 72 દિવસ, 84 દિવસ અને 90 તેમજ 365 દિવસના રિચાર્જ પ્લાન છે. તમને જે સેટ થાય તે તમે કરાવી શકો છો. જેમાં તમને 168GB ડેટા મળી રહેશે. રોજ 2GB હાઇ સ્પીડ ડેટા મળશે. તેની સાથે તમને Amazon Prime Liteનું ફ્રી સબસ્ક્રિપ્શન મળી રહે છે. Jio TV, Jio Cinema, તેમજ Jio Cloudનું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે. જે લોકોને OTT સ્ટ્રીમિંગનો વધારે ઉપયોગ કરતા હોય તેના માટે આ પ્લાન બેસ્ટ છે.