May 9, 2024

કેવિન પીટરસને હાર્દિક પંડ્યા અંગે આપ્યું આ ચોંકાવનારું નિવેદન

અમદાવાદ: IPL 2024 સીઝન દમદાર ચાલી રહી છે. ત્યારે આ વચ્ચે હાર્દિક પંડ્યા ટ્રોલ થયો હતો. જેને લઈને કેવિન પીટરસે તે વિશે મોટી વાત કરી દીધી છે. જોકે અહિંયા એ વાત મહત્વની છે કે ગુજરાતના ચાહકો હાર્દિક પંડ્યાથી નારાજ જોવા મળી રહ્યા છે. જોકે પહેલી જ મેચમાં મુંબઈની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.

ચાહકોમાં ગુસ્સો
હાર્દિક પંડ્યા IPL 2024 ની સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપમાં ગુજરાત સામે મેદાનમાં ઉતર્યો હતો. જેન લઈને ચાહકોનો ગુસ્સાનો તેમને સામનો કરવો પડ્યો હતો. ગુજરાતના ચાહકોમાં એટલે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે ગઈ સિઝનમાં તે ગુજરાતનો કેપ્ટન હતો. તેણે અચાનક ગુજરાતની ટીમને છોડીને મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાઈ ગયો હતો. જોકે મુંબઈ ઈન્ડિયન્સને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

શું કહ્યું કેવિન પીટરસને?
કેવિન પીટરસને હાર્દિકને લઈને કહ્યું કે ભારતીય ક્રિકેટરનું અપમાન થયું હોય તેવું પહેલી વાર બન્યું છે. અત્યાર સુધી મે કોઈ પણ ખેલાડીની સાથે આવું થયું હોય તેવું જોયું નથી. અમદાવાદ સ્ટેડિયમમાં ક્રિકેટ ચાહકોની બૂમાબુમ કરવી તે ખુબ મોટી ઘટના છે. કારણે આવું કયારે બન્યું નથી. આવું પહેલી વાર થયું કે લોકોમાં એક ક્રિકેટર ઉપર રોષ ઠાલવ્યો હતો.

આ પણ વાંચો: IPL 2024: ગુજરાત ટાઇટન્સની 14 મેચોનું શેડ્યૂલ જાહેર

આમને સામને ટકરાશે
MI અને CSK ટીમો વચ્ચેની મેચ 14 એપ્રિલેના વાનખેડે સ્ટેડિયમમાં આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લી ઘરેલું મેચ રાજસ્થાન રોયલ્સ સામે 12મી મેના રોજ રમાવાની છે. 10 મેના CSK અને ગુજરાત ટાઇટન્સની ટીમ 10 મેના રોજ અમદાવાદમાં જ સામસામે ટકરાશે. જોકે મહત્વની વાત એ છે કે એક બાજૂ લોકસભાની ચૂંટણી આવી રહી છે અને બીજી બાજૂ IPL 2024ની બીજા શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે. મેચને લોકસભાની ચૂંટણીના ટાઈમટેબલને જોઈને IPL 2024ની બીજા શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે.