November 26, 2024

જામનગરમાં BJP ઉમેદવાર પૂનમબેન માડમની રેલીમાં જનસૈલાબ ઉમટ્યો

સંજય વાઘેલા, જામનગર: લોકસભા ચૂંટણીના મતદાનને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી જામનગર 79 (દક્ષિણ) વિધાનસભાની વિશાળ બાઈક રેલી યોજાઈ હતી. આ રેલી એમ્યુઝમેન્ટ પાર્કથી શરુ થઇ અને સત્યમ કોલોની – કૃષ્ણનગર રોડ – પીપળાવાળા ચોક – શાંતિનગર, 4 – જનતા ફાટક – હર્ષદ માતાના મંદિર – જૂનો હૂડકો – આઈ લાઈન – એફ લાઈન – રઘુવીર ચોક – આર્ય પાન – સરદાર પટેલ ચોક – નવાનગર બેન્ક ચોક – હીરજી મિસ્ત્રી રોડ – જોલી બંગલૉ – 58, દી પ્લોટ – હિંગળાજ ચોક – નવી નિશાળ – પાણીનો ટાંકો – મિલેટ્રી ગેઇટ – જેલ – પવન ચક્કી – નાનકપુરી – સાધના કોલોની – પટેલ પાર્ક – જડેશ્વર મંદિર – મહાવીરનગર – બાઈની વાળીનો મેઈન કોર્નર – જૂની આઈસ ફેક્ટરી – ક્રિષ્ના પાર્ક – કિશાન ચોક – પવન ચક્કી – આર્યસમાજ રોડ – ખંભાળિયા ગેઇટ – હવાઈ ચોક – સન્ટ્રલ બેન્ક – ચાંદી બજાર – દરબાર ગઢ – શાક માર્કેટ – દિપક ટોકીઝ – બેદી ગેઇટ – ઇન્દ્રપ્રસ્થ – પંચેશ્વર ટાવર – ભાજપ કાર્યાલયએ સમાપ્ત થઇ હતી. રેલી દરમિયાન લોકસભા-12ના ઉમેદવાર તથા સાંસદ પૂનમબેન માડમનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

પવનચક્કી સહીત અનેક સ્થળે ભવ્ય સ્વાગત, પુષ્પગુછ, ફુલ હારથી ઉમેદવાર પૂનમબેન માડમનું અભિવાદન કરવામાં આવ્યું અને વિજય તિલક કરવામાં આવ્યું હતું. આ રેલીમાં આશરે 500થી વધુ બાઈક રેલીમાં જાડાયા હતા. સમગ્ર રેલી દરમિયાન ‘અબકીબાર મોદી સરકાર’ અને ‘અબકી બાર 400 પાર’ના નારા સાથે સમગ્ર વિસ્તાર ભગવામય બન્યો હતો.

આ પણ વાંચો: રંગોળી થકી મતઅપીલ, મોલમાંથી મતદાન જાગૃતિનો મેસેજ

આ રેલીમાં 12 લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ભાજપ શહેર અધ્યક્ષ વિમલ કગથરા, મહામંત્રી પ્રકાશ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, મેરામણ ભાટુ, મેયર વિનોદ ખીમસુરિયાં, સ્ટે. કમિટી ચેરેમન નિલેશ કગથરા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સાશકપક્ષ નેતા આશિષ જોશી, દંડક કેતન નાખવા, પૂર્વ ધારાસભ્ય લાલજી સોલંકી સહીત કોર્પોરેટરો, પૂર્વ પ્રમુખો, મોરચાના હોદેદારો, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, વિવિધ સમાજના અગ્રણીઓ જોડાયા હતા.