ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નર્મદા પરિક્રમા કરી, કહ્યું- રામબનમાંથી ગુજરાતીઓને સુરક્ષિત ગુજરાતમાં લાવીશું

Narmada: નર્મદા ઉતરવાહીની પરિક્રમા છેલ્લા પડાવમાં પહોંચી ચુકી છે. ત્યારે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નર્મદા જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ સાથે નર્મદા પરિક્રમાનો લાભ લીધો. હર્ષ સંઘવીએ રામપુરા ખાતે રણછોડજીના દર્શન કરીને પરિક્રમાની શરૂઆત કરી હતી.
આ સિવાય પરિક્રમા દરમિયાન આવતા ભંડારાની પણ મુલાકાત કરી હતી .ભંડારામાં ચાલતા ભજનમાં ગૃહ રાજ્યમંત્રી પણ લિન થયા હતા. હર્ષ સંઘવીએ કહ્યું કે આ વર્ષે મે પરિક્રમા કરી છે. જેમાં આવતા વર્ષે આ પરિક્રમામાં જે પણ નવી જરૂરિયાત હશે તેના માટે હું રિવ્યુ બેઠક કરીશ અને જે પણ જરૂરિયાત આવતા વર્ષે પડશે તે પૂર્ણ કરીશું. પરિક્રમાવાસીઓને જો કોઈ તકલીફ પડી હોય તો આવનારા સમયમાં આ નર્મદા પરિક્રમામાં પણ વ્યવસ્થાનો વધારો કરીશું.
આ પણ વાંચો: ઝારખંડના બોકારોમાં એન્કાઉન્ટર, સુરક્ષા દળોએ 6 નક્સલીઓને ઠાર માર્યા
નર્મદા ઉતરવાહીની પરિક્રમા કરવા માટે આવેલા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે જમ્મુ કાશ્મીરના રામબન ખાતે જે આભ ફાટ્યું છે અને જેમાં હજારો લોકો ફસાયા છે. તેમાં આપણા ગુજરાતી પરિવાર પણ સામેલ છે.અમે આ ગુજરાતના 50 લોકોને ત્યાંથી બહાર લાવવાના તમામ પ્રયત્નો કરી રહ્યા છે. જમ્મુ કાશ્મીર ગૃહ વિભાગ સાથે ગુજરાતના ગૃહ વિભાગે સંકલન કરીને ગુજરાતના પ્રવાસીઓને ત્યાં વ્યવસ્થા મળે તે માટે વાતચીત કરી છે. ગુજરાતનો ગૃહ વિભાગ સંપર્કમાં છે અને ગુજરાતી પ્રવાસીઓને સુરક્ષિત રીતે અમે ગુજરાતમાં લાવીશું. તેમ ગૃહમંત્રી હર્ષ સંઘવી એ કહ્યું હતું.