સર્કિટ હાઉસમાં પદ્મશ્રી પરેશ રાઠવા દોરશે પીઠોરા ચિત્ર, PM બે દિવસ રોકાશે
પ્રવિણ પટવારી, નર્મદાઃ પીઠોરા ભીંતચિત્રો આદિવાસીઓ માટે તેમના ભગવાનની પૂજા અને પ્રકૃતિના રક્ષણ માટેનો સંદેશો હોય છે. વર્ષોથી આ પીઠોરાના ભીંતચિત્રો આદિવાસીઓ તેમના ઘરમાં કરતા હોય છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ પીઠોરા ચિત્રો ખૂબ જ પસંદ છે અને તેને જ કારણે આગામી 30 અને 31 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકતા નગર આવવાના છે.
નરેન્દ્ર મોદી રાત્રિરોકાણ વીવીઆઈપી સર્કિટ હાઉસમાં કરવાના છે. સર્કિટ હાઉસમાં છોટા ઉદેપુર ક્વાંટના રહેવાસી અને પદ્મશ્રી પરેશ રાઠવા દ્વારા પીઠોરા ચિત્ર દોરવામાં આવી રહ્યા છે. છેલ્લા 30 વર્ષથી પરેશ રાઠવા આ ચિત્ર દોરીને દેશ-વિદેશના લોકોને આદિવાસી સંસ્કૃતિનો સંદેશો આપે છે. જો કે, એકતા નગરમાં વીવીઆઈપી સર્કિટ હાઉસમાં 4 વર્ષથી પ્રધાનમંત્રીના પ્રિય પીઠોરા ચિત્રકલા કરીને તેમનું સ્વાગત કરવામાં આવે છે.