October 3, 2024

NASAનું એલર્ટ: પૃથ્વીની નજીકથી પસાર થશે Asteroid, જાણો ધરતી પર કેટલો ખતરો

NASA On Asteroid: પૃથ્વીની નજીકથી Asteroid પસાર થવાના સમાચાર આવતા રહે છે. ત્યારે ફરી એક વખત નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીએ (JPL) આજે 3 ઓક્ટોબર 2024ના રોજ પૃથ્વીની નજીકથી પસાર થતા બે Asteroid 2024 SD3 અને 2024 SR4 શોધી કાઢ્યા છે. જોકે, વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેમનાથી કોઈ ખતરો નથી. આ Asteroidનું પસાર થવું એ વૈજ્ઞાનિકો માટે અવકાશ સંશોધન અને સૂર્યમંડળની રચનાના અભ્યાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સૌરમંડળની રચના પછી હાજર હોય છે અને તેમની હાજરી વૈજ્ઞાનિકોને અવકાશ વિશે નવી માહિતી આપે છે.

Asteroid 2024 SD3 અને 2024 SR4 બંનેનો વૈજ્ઞાનિકો દ્વારા નજીકથી અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. તેઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શું તેઓ પૃથ્વી માટે કોઈ સમસ્યા ઊભી કરી શકે છે. આ અંગે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA)ની ટીમે માહિતી આપી છે કે બંને પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થઈ રહ્યા હોવા છતાં તેનાથી કોઈ સીધો ખતરો નથી. તેથી ગભરાવાની જરૂર નથી.

Asteroid વિશે જાણો
Asteroid 2024 SD3: તેનું કદ 68 ફૂટ છે, જે નાના વિમાન જેવું જ છે. પૃથ્વીથી તેનું સૌથી નજીકનું અંતર 9,24,000 કિમી છે. નાસાએ આને ખતરનાક શ્રેણીમાં રાખ્યું છે. પરંતુ તેનાથી પૃથ્વીને કોઈ નુકસાન થવાનું નથી.

આ પણ વાંચો: ભારતના પ્રવાસે આવેલા જમૈકાના PM સુરક્ષામાં ચૂક, સંસદના ગેટ પર રોકવામાં આવ્યા

Asteroid 2024 SR4: તેનું કદ 51 ફૂટ છે, જે નાના વિમાન જેવું જ છે. તેનું સૌથી નજીકનું અંતર: 16,70,000 કિમી છે. જે Asteroid 2024 SD3 કરતાં ઘણું વધારે છે. આ પણ પૃથ્વી માટે ખતરો નથી.

સપ્ટેમ્બરમાં એક વિશાળ 110 ફૂટનો લઘુગ્રહ પસાર થયો હતો
તાજેતરમાં, 110 ફૂટનો વિશાળ Asteroid 2024 RN16 ગયા મહિને પૃથ્વી પરથી પસાર થયો હતો. આ અંગે નાસાએ ચેતવણી આપી હતી કે જો તે ટકરાશે તો ભારે વિનાશ સર્જી શકે છે. જોકે, રાહતની વાત એ છે કે આવું કંઈ બન્યું નથી. તે 1,04,761 કિલોમીટરની ખતરનાક ઝડપે આગળ વધીને પૃથ્વીથી 16 લાખ કિલોમીટર દૂરથી પસાર થયું હતું.